National

તેજસ્વી યાદવનો વિડીયો વાયરલ; કહ્યું ‘હમ તેજસ્વી યાદવ બોલ રહે હૈં’

બિહારમાં ચૂંટણી જીતવા લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને RJDના વડા તેજસ્વી યાદવને (Tejaswi Yadav) પાર્ટી મેનિફેસટોમાં 18 લાખ રોજગારીની તકો ઊભી કરવા જેવા વાયદાઓ કર્યા પછી પણ જીત મળી નહીં. પણ તેમની લોક પ્રિયતા અને લોકોના તેમના પર વિશ્વાસનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં પટણામાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવની પટણા જિલ્લા મેજિસ્ટ્રેટ સાથેની વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

હકીકતમાં બિહારમાં છેલ્લા બે વર્ષથી હજારો શિક્ષકો તેમની યોગ્ય નિમણૂક મેળવવા માટે વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દો રાજ્યના લગભગ 94,000 સરકારી શિક્ષકોની ભરતી સાથે સંબંધિત છે, જેમણે ડિસેમ્બર 2019માં ફરજિયાત કેન્દ્રીય શિક્ષક પાત્રતા કસોટી (Central Teacher Eligibility Test CTET) પરીક્ષા પાસ કરી હતી પણ આજસુધી તેમને નિમણૂક પત્ર (appointment letter) આપવામાં આવ્યો ન હતો.

તેજસ્વી યાદવના વાયરલ વિડીયોમાં દેખાઇ રહ્યુ છે કે તે બિહારના ઇકો પોઇન્ટ ખાતે ચાલી રહેલા શિક્ષકોના વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા છે. અને કોિને ફોન લગાડે છે. ફોન સ્પીકર પર હોય છે. આ શિક્ષકોને તેમના આયોજિત સ્થળે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી નહોતી મળી, જે તેજસ્વી યાદવને ખબર પડતા તે ત્યાં ઊભા ઊભા જ જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર સિંહને ફોન કરે છે. પટના ડીએમ સાથેનો તેજસ્વી યાદવનો આ ફોન કોલ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયોમાં તેજસ્વી યાદવ વિરોધ પ્રદર્શનકારી શિક્ષકોથી ઘેરાયેલા હોવા છતાં પણ પટણાના ડીએમ સાથે સ્પીકર ફોન પર બોલતા નજરે પડે છે. તેજસ્વી યાદવે કહ્યું કે, ‘તેઓ કહી રહ્યા છે કે તેમને ધરણા પર બેસવાની મંજૂરી નથી. નિયમ બદલાઇ ગયો છે રોજે રોજની મંજૂરી લેવી પડશે. ગઇકાલે તેમના પર લાઠીચાર્જ થઇ રહ્યો છે,તેમનું જમવાનું ફેંકી દેવાયું, તેમને ભગાડવામાં આવ્યા…કેટલાક અહીં મારી સાથે ઇકો પાર્ક ખાતે છે. આ લોકોનું કહેવું છે કે તેમને ફક્ત આંદોલન કરવા એક જગ્યા જોઇએ છે.’.

પટણાના ડીએમ એપ્લિકેશન કરવા કહે છે. તેજસ્વી કહે છે કે નંબર આપી દો હું એપ્લિકેશન કરાવી દઇશ. પણ મંજૂરી ક્યાં સુધી મળશે? જેના પર DM કહે છે કે ,’કબ તક પરમિશન મિલેગા કા ક્યા મતલબ? અભી તો એપ્લિકેશ કિયા નહીં ઔર પૂછ રહે હો.’ DM જ્યારે ખખડાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેજસ્વી યાદવ પોતાની ઓળખ આપે છે અને કહે છે કે ‘હમ તેજસ્વી યાદવ બોલ રહે હૈ.’. આ સાંભળી DM પહેલા કંઇ સમજી નથી શકતો પછી તેને ભાસ થાય છે અને તે એક બે સેકન્ડ અટકીને એકદમ આજ્ઞાકારી અવાજમાં બોલે છે, ‘અચ્છા, ઓકે, ઓકે સર’. ટોળમાં લોકો હસી પડે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top