આજકાલ ધંધા રોજગાર પર G.S.T. દ્વારા મેળવાતી આવક પર હાલની સરકાર વધુ પડતી નજર રાખી આમજનતાની પરેશાની પર ધ્યાન આપતા નથી. થોડા નફે બ્હોળો વેપાર કરાતી અનાજ, કઠોળ, દહીં જેવી રોજીંદી જીવન જરૂરિયાતની ચીજો પર પાંચ ટકા જી.એસ.ટી. લેવાઈ રહ્યા છે. જેનો બોજો સીધી રીતે જ ઘરની ગૃહિણીઓ પર પડતા તેમની માનસિક અને જીવનનો આધારસ્તંભ તૂટી જશે. ટેક્સના બોજાથી અસંખ્ય વેપારીઓ તંગ આવી ગયા છે. તેના પરિણામે વેપાર ધંધા પર માઠી અસર થતાં મોંઘવારી વધશે. વેપારીઓ તેમની આજીવિકા સમાન ધંધો વિકસીત કરશે નહી. આથી દેશના અર્થતંત્રનો વિકાસ રૂંધાશે. એક તરફ દેશના નાણાનું અવમૂલ્યન થતું જાય છે. જ્યારે બીજી બાજુ વેપારીઓ જી.એસ.ટી.ના ખપ્પરમાં તંગ આવી ગયા છે અને નાગરિકો રહેંસાઈ રહ્યા છે.
આથી તેમની માનસિક સ્થિતી કફોડી થતી જાય છે. સામાન્ય માનવી જ્યારે ઊંચો હોદ્દો મેળવે છે ત્યારે તેઓ તેમની ભૂતકાળની અવદશા ભૂલી જઈ મદોન્મતમાં રાચે છે. જે દેશમાં ટેક્ષેસન્સ વડે આમજનતાની કેડ વાંકી વળી જતી હોય તે સમયે પ્રજા પોતાનું દુ:ખ કોની પાસે જઈને વ્યક્ત કરશે. જે વ્યક્તિ કોઈનું પણ સાંભળતો નહિ હોય એમનું ઈશ્વર પણ સાંભળતો નથી. દેશના સેવાભાવીઓ પોતાની ફરજ સાથે ટેક્ષેસન્સ વડે મેળવેલ નાણાં ભંડોળમાંથી લખલૂટ નકામાં ખર્ચાઓ પર પ્રતિબંધ મુકવો જોઈએ.
સુરત – ભૂપેન્દ્ર સી.મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.