કોવિદના બીજા ઘાતક મોજા પછી દેશમાં લાખો લોકોની દશા બગડી છે. આર્થિક વિટંબણાથી તો દેશના ઉદ્યોગપતિઓ સિવાય દરેકની હાલત ઘણાં વર્ષો માટે બગડી ચૂકી છે, પણ આ સરકાર કોઇ રાહત પેકેજ જાહેર કરે એવું માનવું જરૂરી નથી. તે તો કપરાકાળમાં ય લોકો પાસે પૈસા લૂંટી રહ્યા છે. રાહત પેકેજ જાહેર થશે. તો તે મોટા આંકડામાં જરૂર હશે પણ વાસ્તવમાં તે કોને મળશે, કેવી રીતે મળશે તે સરકારના જૂઠા વલણને તેમના ભ્રષ્ટતંત્રને કારણે કશું કહી ન શકાય. આ સરકાર દેશમાં લૂંટફાટ, ચોરી આપઘાતનો માહોલ ખડો કરી ચૂકી છે. આવનારાં પાંચ વર્ષમાં આ બધું બનશે ને આ સરકાર કશું નથી કરી શકવાની. તેઓ ચૂંટણી જીતવાની યોજનાઓ બનાવી શકે, શાસન કેમ કરવું તેની તેમને ખબર નથી.
સુરત -ચિરાગ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ સરકાર લોકોને લૂંટફાટ, આપઘાત તરફ દોરવશે
By
Posted on