મુંબઈ: વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma)ને લઈને ઘણા વિવાદો થયા છે અને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. સ્પોર્ટ્સ બ્રાન્ડ પુમા (Puma) એ અભિનેત્રી અનુષ્કા શર્માનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેના તેઓની બ્રાન્ડનાં સેલની જાહેરાત કરી હતી. અનુષ્કા આ બાબતે નારાજ થઇ હતી. નારાજગી વ્યક્ત કરતા અનુષ્કાએ કહ્યું છે કે કંપની મારી પરવાનગી વગર મારા ફોટાનો ઉપયોગ નહિ કરે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા જે પુમા કંપની સામે આક્રોશ ઠાલવી રહી છે તે કંપનીનો વિરાટ બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમજ આ મામલે વિરાટે પણ પુમા ઈન્ડિયાને આ મામલો ઉકેલવા કહ્યું છે. હાલમાં વિરાટ કોહલી બાંગ્લાદેશમાં છે જ્યાં તેને 22 ડિસેમ્બરથી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમવાની છે.
વિરાટે પુમાને કહી આ વાત
વિરાટ કોહલીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અનુષ્કા શર્માની સ્ટોરીનો સ્ક્રીનશોટ મૂક્યો અને લખ્યું કે પુમા ઈન્ડિયાએ આ મામલો ઉકેલવો જોઈએ. તમને જણાવી દઈએ કે આ પહેલા અનુષ્કા શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પુમા ઈન્ડિયાને ટેગ કર્યું હતું અને લખ્યું હતું કે, ‘તમે કોઈ પણ બ્રાન્ડની પબ્લિસિટી માટે પરવાનગી વગર મારા ફોટાનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે હું તમારી કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર નથી. તેને દૂર કરો.
પુમાએ વિરાટ સાથે 110 કરોડની ડીલ કરી
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી 2017થી પુમા ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ખેલાડીને પુમા ઈન્ડિયાએ 8 વર્ષ માટે 110 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. એટલે કે પુમા ઈન્ડિયા દર વર્ષે વિરાટ કોહલીને 13.75 કરોડ આપશે. આ કરાર 2025માં સમાપ્ત થશે. હવે જોવાનું એ રહે છે કે પુમા ઈન્ડિયા અને અનુષ્કા વચ્ચેનો આ મામલો ક્યાં સુધી ઉકેલાશે.
પુમાએ હજુ સુધી ફોટો નથી હટાવ્યો
તમને જણાવી દઈએ કે પુમા ઈન્ડિયાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર બ્રાન્ડેડ કપડા પહેરેલા કેટલાક સ્ટાર્સના ફોટા પોસ્ટ કર્યા હતા. આ તસવીરોમાં અનુષ્કા શર્મા પણ સામેલ હતી. જો કે, અનુષ્કાએ બેન્ડને ફોટા હટાવવાની અપીલ કરી હોવા છતાં, ફોટા હજુ પણ પુમાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દેખાઈ રહ્યા છે.