સુરત: દેશના ખૂણે ખૂણે લોકોને ક્લીન વૉટર મળી રહે તેવા લક્ષ્ય સાથે 1999માં સુરત ખાતે નાના પાયે શરૂ થયેલી હાઈ ટેક સ્વીટ વૉટર ટેકનોલોજી કંપની આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. કંપની હવે યુરોપ તરફ કંપનીએ ડગલાં આગળ વધાર્યા છે. તાજેતરમાં જ યુરોપ ખાતે યોજાયેલ એકવાટેક ટ્રેડ એક્સીબીશનમાં પણ હાઈ ટેક કંપનીએ ભાગ લીધો હતો.
હાઈ ટેક સ્વીટ વૉટર ટેકનોલોજીના સંચાલક વિજય શાહે જણાવ્યું હતું કે હાઈ ટેક કંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારત, ક્લીન વૉટર અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને સફળ બનાવવા માટે આગળ વધી રહી છે. વર્ષ 1999માં એક નાના પાયે કંપનીની શરૂઆત કરવામાં આવી હતી. આજે કંપનીમાં 2000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એટલે કે 2000 પરિવારો કંપની સાથે જોડાયેલા છે.
કંપની હવે યુરોપના માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. જેના ભાગરૂપે તાજેતર અમસ્ટર્ડામ ખાતે યોજાયેલ એકવાટેક એક્સીબીશનમાં પણ કંપનીએ ભાગ લીધો હતો. હાઈ ટેક કંપનીના સ્ટોલ પર અનેક ઇન્કવાયરી મળી હતી. આ એક એવી એક્સીબીશન સિરીઝ છે કે જ્યાં સ્વરછ પાણી માટેના ઉપકરણોનો વેપાર કરતા વિશ્વભરના વ્યવસાયિકો જોડાયા છે અને નવી નવી ટે્નોલોજી અને ઈનોવેશન ને રજૂ કરવામાં આવે છે.
હાઈટેક કંપનીનું શરૂઆતથી એજ લક્ષ્ય છે કે સૌને ક્લીન વૉટર મળે અને મેક ઇન ઇન્ડિયા અભિયાનનું સપનું સાકાર કરવામાં કંપનીનું મહત્વનું યોગદાન હોય અને દેશમાં રોજગાર સર્જનમાં પણ કંપની પોતાની ભૂમિકા ભજવે. આજે એ જ લક્ષ્ય સાથે હાઈ ટેક કંપની આગળ વધી રહી છે અને 2000 પરિવારો કંપની સાથે જોડાયેલા છે અને આ પરિવાર વધુ વિશાળ થાય તે માટે કંપની સતત પ્રયાસ કરી રહી છે.