Gujarat

ત્રીજી લહેરના એંધાણ: રાજ્યમાં કોરોનાના નવા કેસો ૨૦૦ને પાર

ગાંધીનગર: ગુજરાત (Gujarat) કોરોનાની ત્રીજી લહેર (Third wave of corona) તરફ દોડ લગાવી રહ્યું હોય કેમ રોજ રોજ કોરોનાના વઘી રહેલા કેસ પરથી લાગી રહ્યું છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 204 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર શહેરમાં એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 10,114 પર પહોંચ્યો છે.

તેવી જ રીતે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના (Omicron variant) પણ રાજ્યમાં આજે વધુ નવા 24 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 65 કોરોનાના દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯ના વધતા કેસો અને નવા નવા નોંધાતા જતા કોરોનાવાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોને કારણે રાજ્યમાં ત્રીજી લહેર શરૂ તો નથી થઇ ગઇ ને? કે પછી શરૂ થવાની તૈયારીમાં છે એવો ભય સેવાવા માંડ્યો છે.

  • નવા ૨૦૪ કેસ નોંધાયા, એક દર્દીનું મોત થયું
  • એક્ટિવ કેસનો આંક ૧૦૦૦ને પાર, ૧૪ દર્દીઓ વેન્ટિલેટર પર
  • અમદાવાદ શહેરમાં ૯૮, રાજકોટ શહેરમાં ૩૩, સુરત શહેરમાં ૨૨ અને વડોદરા શહેરમાં ૧૬ નવા કેસ

આજે રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંક 200ને પાર કરી નવા 204 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસનો આંક 100ની નજીક પહોંચી ગયો છે, આજે અમદાલાદમાં સૌથી વધુ 98 કેસ નોંધાયા છે. તો રાજ્યના અન્ય શહેરોમાં રાજકોટ શહેરમાં 33, સુરત શહેરમાં 22, વડોદરા શહેરમાં 16, ગાંધીનગર શહેરમાં 4, ખેડામાં 4, મહિસાગરમાં3, રાજકોટ ગ્રામ્યમાં 3, અમદાવાદ ગ્રામ્યમાં 2, આણંદમાં 2, ભરૂચમાં 2, કચ્છમાં 2, બનાસકાંઠામાં 1, ભાવનગર શહેરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગર ગ્રામ્યમાં 1, જામનગર શહેરમાં 1, જૂનાગઢ શહેરમાં 1,મહેસાણામાં 1, નવસારીમાં 1, સુરત ગ્રામ્યમાં 1, પંચમહાલમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વડોદરા ગ્રામ્યમાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયો છે. કોરોનાના કેસ વધવાની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે, આજે એક્ટિવ કેસની સંખ્યા વધીને 1086 થઈ છે. તો 14 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 1072 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે સોમવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,02,136 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે 07 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 2558ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 13,944ને પ્રથમ ડોઝ અને 87,118ને બીજો ડોઝ તેમજ 18-45 વર્ષ સુધીના 44, 380ને પ્રથમ ડોઝ અને 2,54,129ને બીજો ડોઝ મળી આજે કુલ 4,02,136 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,85,98,366 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top