વડોદરા: શહેરના જુદા જુદા વિસ્તારોમા પાંચ જેટલી એકટીવા મેસ્ટ્રો મોપેડોની ઉંઠાતરી કરનાર ચોર વાહનચોરને ક્રાઇમ બ્રાન્ચે સરદાર માર્કેટ પાસેથી ઝડપી પાડયો છે. તેની પાસેથી પાંચ વાહનો કબ્જે મળી 80 હજારનો મુ્દામાલ કબ્જે જે તે પોલીસમાં ગુનો દાખલ ત્યાં સોંપવાની તજવીજ હાથ ધરાઇ છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એચ.આઈ.ભાટી તથા પો.સ.ઈ. પી.એમ.ધાખડાનાઓની ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળી હતી કે, “ એક શખ્સ ભુપતસીહ પટેલના હાલમા સફેદ કલરની એક્ટીવા લઈને ફરે છે.
હાલમા કેવડા બાગની સામે સરદાર માર્કેટ ખાતે સદર એક્ટીવા સાથે હાજર છે અને એક્ટીવા મોપેડ ચોરીની શંકાસ્પદ છે” તેવી બાતમી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેવડાબાગ સામે સરદાર માર્કેટ પાસે તપાસ કરતાં શંકાસ્પદ એકટીવા મોપેડ સાથે ભુપતસિહ વેચાતભાઇ પટેલને ઝડપી પડ્યો હતો.તેની પાસે એકટીવાના પેપર્સ ન હોય તેમજ માલિકી અંગે સંતોષકારક જવાબ નહી આપતા એકટીવા મોપેડ કબ્જે કરી તેની સઘન પુછપરછ છેલ્લા પંદરેક દિવસમાં શહેરના બે મોપેડ કમાટીબાગ ગેટ પાસેથી, એક સમા સર્કલ પાસેથી, એક એસ.એસ.જી હોસ્પીટલ ખાતેથી, એક એરપોર્ટ સર્કલ પાસેથી મળી કુલ- ૦૫ એકટીવા અને મેસ્ટ્રો મોપેડની ઉઠાંતરી કરી જુદી જુદી જગ્યાપર મુકી રાખ્યાની હકિકત જણાવી હતી. જેથી આ ચોરી કરેલ પાંચેય ટુ વ્હીલર મોપેડ કુલ કિંમત રુ.૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આ તમામ વાહનચોરી અંગેના ગુનાઓ સયાજીગંજ, સમા, રાવપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય તેથી આગળની તપાસ માટે તમામ પો.સ્ટે.ને જાણ કરી સોપવાની તજવીજ કરવામાં આવી છે.