સુરત(Surat): આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (RamMandir) ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે. મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) હસ્તે વિધિવત રીતે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા દેશવિદેશના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહોત્સવમાં હાજરી આપવી એ ગૌરવનો પ્રસંગ બન્યો છે, ત્યારે સુરતમાંથી પણ 16 મહાનુભાવોને આ પ્રસંગમાં મહેમાન બનવા આમંત્રણ આપવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે.
આ કાર્યક્રમમાં કેટલા લોકો અને કોણ કોણ હાજર રહેશે તે માટે અયોધ્યા રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નામો નક્કી કરી દેવાયા છે અને તેમને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે. દેશમાં અયોધ્યા મંદિરને લઈ લોકોનો ઉત્સાહ જોતા આ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. તેથી અયોધ્યામાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે અયોધ્યા રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. નક્કી કરાયેલા લોકોને જ આમંત્રણ અપાયું છે. આમંત્રણ પત્રિકા પહોંચાડવાનું કાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને સોંપવામાં આવ્યું છે.
સુરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંપર્ક વિભાગના નંદકિશોરે કહ્યું કે ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાંથી 100 જેટલા મહાનુભાવોને આમંત્રણ મોકલાયા છે. સુરતમાંથી 15 મહાનુભાવોને વિશેષ આમંત્રણ મળ્યું છે. પાછલા બે દિવસથી આરએસએસના કાર્યકરો મહેમાનોને આમંત્રણ પત્રિકા પહોંચાડી રહ્યાં છે. આ કામગીરી અઠવાડિયા સુધી ચાલશે.
સુરતમાંથી આ મહાનુભાવોને મળ્યું આમંત્રણ
- ગોવિંદ ધોળકિયા – SRK ગ્રુપ
- સવજી ધોળકિયા – HRK ગ્રુપ
- સંજય સરાઉગી – લક્ષ્મીપતિ ગ્રુપ
- પ્રમોદ ચૌધરી – પ્રતિભા ગ્રુપ
- દ્વારકાદાસ મારુ – ટેક્સટાઇલ વેપારી
- ઘનશ્યામભાઈ શંકર – શિવમ જેમ્સ
- લવજી બાદશાહ – ઉદ્યોગપતિ
- જગદીશ પ્રસાદ પરિહાર – બાલાજી ટેક્સ પ્રિન્ટ
- વિનોદભાઈ અગ્રવાલ – શિલ્પા ડાઇંગ પ્રિન્ટિંગ મિલ
- રમેશચંદ્ર કબુતરવાલા – કલર ટેક્સ મીલ
- સી પી વાનાણી – વિશ્વ હિન્દુ પરિષદ
- દિનેશ નાવડિયા – કોષાધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ
- અમરજીત લાલજી ધોળકિયા – SRK
ગુજરાતમાંથી 100 મહાનુભાવોને આમંત્રણ
સુરતના 15 સહિત ગુજરાતમાંથી 100 મહાનુભાવાોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ મોકલાયું છે. ગુજરાતમાંથી મંદિરના આર્કિટેક સીબી સોમપુરાના સમગ્ર પરિવારને , ઇન્ડસ્ટ્રીયા લિસ્ટ પરિમલ નાથાણી, નિરમા ઇન્ડસ્ટ્રીઝના પંકજભાઈ પટેલ, સહિત ગુજરાત ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈ મળી સમગ્ર ગુજરાતમાંથી 100 જેટલા મહાનુભાવોને આમંત્રણ પત્રિકા માટે નામ નક્કી કરાયા છે.