SURAT

સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારોને નડતા વીજ પ્રશ્નોના નિરાકરણ માટે આ નિર્ણયો લેવાયા

સુરતઃ સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારોને નડતાં વીજ પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા. 25 જુલાઈના રોજ નોટીફાઈડ કચેરી ખાતે સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ડીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે એક મિટિંગ યોજાઈ હતી. જેમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

  • સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ડી.જી.વી.સી.એલ. વચ્ચે સચીન જી.આઈ.ડી.સી.નાં ઉદ્યોગકારોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટેની મીટીંગ યોજાઈ હતી

આ બેઠકમાં ડી.જી.વી.સી.એલ. તરફથી અધિક્ષક ઈજનેર એ.જી.પટેલ (સુરત સીટી સર્કલ), કાર્યપાલક ઈજનેર બી.ડી. ગલાણી અને ના.કા.ઈજનેર સી.એસ.માલી (સુરત ઈન્ડસ્ટ્રીયલ ડીવીઝન), નાયબ ઈજને૨ સનીભાઈ (સચીન ઈન્ડ. સબ ડીવીઝન) તથા સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી નિલેશ લીંબાસીયા, નિલેશ ગામી, મયુર ગોળવાલા, ડી.જી.વી.સી.એલ. કમિટીના ચેરમેન કિશોર પટેલ, ભીખુ નાકરાણી, એમ.કે.૫૨મા૨, વસંત લાખાણી, ગૌરાંગ ચપટવાલા હાજર રહ્યાં હતાં.

આ નિર્ણયો લેવાયા

  • મિટિંગમાં સચીન સબ ડીવીઝન કચેરી ખાતે હાલ એક જ કમ્પલેન નંબર કાર્યરત છે. જે વ્યવસ્થા અપુરતી હોઈ, બીજો કમ્પલેન નંબર ચાલુ કરવા માટે નવો મોબાઈલ નંબર તથા સીમકાર્ડ લેવા નકકી કરાયું છે.
  • વીજ ગ્રાહકો દ્વારા સચીન સબ ડીવીઝન કચેરીમાં રોજબરોજ કરવામાં આવતી ફરિયાદોના નિરાકરણ માટે હાલ બે ફોર વ્હીલ ગાડી કાર્યરત છે. જે સુવિદ્યા અપુરતી હોઈ, સમયસર ફરિયાદો પુરી થઈ શકતી ન હોવાથી બીજી વધારાની એક ફોર વ્હીલ ગાડી ભાડે રાખવા નકકી થયું છે.
  • અમુક ફીડરોમાં વારંવાર પાવર ટ્રીપીંગની સમસ્યા રહે છે, જેનાં ઝડપી નિરાકરણ માટે ઘટતી કાર્યવાહી હાથ ઘરી સદર સમસ્યાનું કાયમી નિરાકરણ જલ્દીથી લાવવામાં આવશે.
  • સચીન સબ ડીવીઝન કચેરી ખાતે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટેનો જે સ્ટાફ છે, તેમાંથી ડાયમંડ અને લક્ષ્મી ટેક્ષટાઈલ પાર્કનો સ્ટાફ અલગ કરવાની કાર્યવાહી ચાલુ છે, જે ઝડપથી પુર્ણ કરવામાં આવશે.
  • હાલ સચીન સબ ડીવીઝન કચેરીમાં એક જુનીયર એન્જીનીયર છે, એક જુનીયર એન્જીનીયરનો વધારો કરવા નકકી થયું છે. જેથી વહીવટી કામગીરીમાં ઝડપ લાવી શકાય.
  • સચીન જી.આઈ.ડી.સી. સ્થિત સચીન સબ ડીવીઝન કચેરીનાં કાર્યક્ષેત્રમાંથી ડાયમંડ અને લક્ષ્મી ટેક્ષટાઈલ પાર્કમાં જે ફીડરોમાંથી પાવર સપ્લાય જાય છે. તે ફીડરોનો પાવર સપ્લાય અલગ કરવાની કાર્યવાહી ચાલુ છે. તે ઝડપથી પુરી કરાવવા નકકી થયું છે.
  • સચીન વસાહતમાં રોડ નં.૨ ના નાકે આવેલ પ્લોટ નં. સીએમ-૧ માં ઝડપથી ૨૨૦ કે.વી.નું સબ સ્ટેશન જેટકો ઘ્વારા ઉભુ કરવામાં આવે તે માટે ઘટતી કાર્યવાહી હાથ ધરવા નકકી કરાયું છે.
  • ટોટલ ૯૦ ફીડરો હોઈ, તેમાં ઓવરલોડેડ ફીડરનાં એયર કન્ટ્રોલમાં કરવાની ચર્ચા થયેલ. જે અંગે ડીજીવીસીએલ તરફથી ઝડપથી ઘટતી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે. જેથી કરી પાવર ટ્રીપીંગની સમસ્યા થતી અટકાવી શકાય. અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગની જે કામગીરી થયેલ છે, જેમાં કોઈક કારણોસર ફીડર ફોલ્ટમાં જાય તેવા સંજોગોમાં તાકીદે સ્વીચઓવર કરી લાઈન ચાલુ કરી શકાય તે માટેની સુવિદ્યા ઉભી કરાવવા નકકી કરાયું છે.

Most Popular

To Top