અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં ખૂબ મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયને અમલમાં મુક્યા બાદ પરિક્ષા પદ્ધતિમાં બદલાવ આવશે, જેના લીધે વિદ્યાર્થીઓ વધુ સારી રીતે એક્ઝામ આપી શકશે. એટલું જ નહીં ભવિષ્યમાં તેઓને JEE અને NEET જેવી કોમ્પિટીટીવ એક્ઝામમાં વધુ સારું પ્રદર્શન કરી શકે તે હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાત (Gujarat) સરકારના શિક્ષણ (Education) મંત્રાલય દ્વારા ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓની પરિક્ષાને અનુલક્ષીને મહત્તવનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 9થી 12ની પરિક્ષાના પ્રશ્રો હેતુલક્ષી એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્રન (MCQ) 20 ટકાને બદલે 30 ટકા પૂછવામાં આવશે. આ સાથે વર્ણનાત્મક પ્રશ્રો (Long quotations ) 80 ટકાથી ઘટાડી 70 ટકા પૂછવામાં આવશે. જનરલ પ્રશ્રોમાં વધારે ઓપ્શન આપવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય હેતુ 29 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો થશે સાથે જ સ્પર્ધાત્મક પરિક્ષામાં પણ ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે 29.75 લાખ વિદ્યાર્થીઓ પરિક્ષા સરળતાથી આપી શકશે તેથી આ નિર્ણય મહત્તવપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. જો કે છેલ્લાં બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી છે. કોરોના મહામારીની સૌથી માટી અસર શિક્ષણજગત પર પડી છે. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પર પરિક્ષાનું ભારણ નહીં લાગે તે માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં નોંધનીય બાબત એ પણ છે કે કોરોના પછી વિદ્યાર્થીઓને JEE અને NEETની પરિક્ષા આપવામાં મુશ્કેલી પડી હતી. તેથી શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષાને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.