મોસ્કો: રશિયા(Russia)-યુક્રેન(Ukraine) વચ્ચે છેલ્લા લાંબા સમયથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના 4 મુખ્ય વિસ્તારો(Area) પર પોતાનું નિયંત્રણ(Control) સ્થાપિત કર્યું હતું. ત્યારબાદ આ વિસ્તારોમાં જનમત લેવામાં આવ્યો હતો. જેથી હવે શુક્રવારથી આ ચારેય વિસ્તારો સત્તાવાર રીતે રશિયાનો ભાગ બની જશે. ક્રેમલિને પણ આ વાતની પુષ્ટિ કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાર્યાલય, ક્રેમલિન તરફથી શુક્રવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રશિયા સત્તાવાર રીતે યુક્રેનના ચાર પ્રદેશોને તેના નિયંત્રણ હેઠળ જોડશે. તાજેતરમાં આ વિસ્તારોમાં લોકમત યોજાયો હતો. એક રિપોર્ટ અનુસાર આ માટે એક કાર્યક્રમ યોજીને આ વિસ્તારોને રશિયાનો ભાગ જાહેર કરવામાં આવશે.
આ વિસ્તારો હવે રશિયાના
રશિયામાં યુક્રેનના જે ભાગોનો સમાવેશ કરવામાં આવશે તેમાં યુક્રેનના લુહાન્સ્ક, ઝાપોરિઝહ્યા, ખેરસન અને ડોનેત્સ્કનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં તાજેતરમાં લોકમત યોજાયો હતો. જે મંગળવારે પૂર્ણ થયો હતો. સમાચાર અનુસાર, રશિયન સૈનિકોની હાજરીમાં આયોજિત આ જનમત સંગ્રહ પછી જ રશિયાએ યુક્રેનના આ ચાર પ્રદેશોને પોતાનામાં ભેળવી દેવાનો નિર્ણય લીધો છે. જેના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની નવી ધમકીથી આખી દુનિયામાં ખળભળાટ મચ્યો
અમેરિકી નાગરિકોને રશિયા છોડવાની ચેતવણી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકતું નથી તે જોતા અમેરિકા દ્વારા પણ તેના નાગરિકો માટે સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે. અમેરિકાએ તેને તાત્કાલિક રશિયા છોડવા કહ્યું છે. મોસ્કોમાં અમેરિકી દૂતાવાસે બુધવારે જારી એલર્ટમાં કહ્યું છે કે જે પણ અમેરિકન નાગરિકો હાલમાં રશિયામાં છે તેઓ તરત જ નીકળી જાય અને જે લોકો રશિયા જવાની યોજના બનાવી રહ્યા છે, તેઓએ હાલમાં ત્યાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વમાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયાને 7 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. રશિયન સેનાએ યુક્રેનના કેટલાક વિસ્તારો પર કબજો જમાવ્યો હતો, હવે આ વિસ્તારોના રશિયા સાથે વિલીનીકરણની જાહેરાત કરવામાં આવશે. યુદ્ધ માટે વૈશ્વિક સમુદાય દ્વારા રશિયાની આકરી ટીકા કરવામાં આવી છે, તેના પર ઘણા આર્થિક પ્રતિબંધો ચોંટાડી દેવામાં આવ્યા છે. તેને અલગ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ યુક્રેન તરફથી યુદ્ધમાં રશિયાને પણ આકરા પડકારનો સામનો કરવો પડ્યો છે.