વડોદરા : સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલ થર્મેક્સ કંપનીમાં વગર સેફટીએ કામ કરતી વેળાએ પચાસ ફૂટ ઊંચેથી જમીન પર પટકાતા કામદારને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં રવિવારે સારવાર દરમિયાન તેનું મોત થતા પરિવારજનોએ મૃતદેહનો અસ્વીકાર કરી યોગ્ય વળતરની માંગ કરી હતી. જોકે અંતે સામાજીક કાર્યકર અબ્દુલભાઈ પટેલ અને અન્ય કામદારોની ધારદાર રજુઆતની અસર થતા કંપની સત્તાધીશોએ 50 લાખ રોકડ અને અન્ય ઈન્સ્યોરન્સ સહિતની રકમ 25 થી 30 લાખ મળી આશરે 80 થી 85 લાખનું વળતર ચૂકવવા તૈયારી દાખવી હતી.
જેથી રોષે ભરાયેલા પરિવારજનો એસેસજીના પીએમ રૂમ ખાતેથી મૃતદેહને સ્વીકારી અંતિમક્રિયા માટે રવાના થયા હતા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી થર્મેક્સ બેગકોક એન્ડ વિલકોક્ષ એનર્જી સોલ્યુશન લિમિટેડ કંપનીમાં કામ કરતો કર્મચારી ઉ.વ.42 મુકેશ ચૌહાણ સેકન્ડ શિપમાં સાંજના 6 વાગ્યાના સુમારે બી એન્ડ એચ વિભાગ મેન્ટેનસમાં કામ કરવા માટે ગયો હતો. કામગીરી દરમિયાન તે 50 ફૂટની ઊંચાઈ પર વગર સેફટીએ જતા તેનો પગ લપસતા નીચે પટકાયો હતો. બનાવને લઈ અન્ય કર્મચારીઓએ તુરત તેને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.મુકેશ સાથે બનેલી આ ઘટનાથી સાથી કર્મચારીઓમાં કંપની સંચાલકો વિરુદ્ધ આક્રોશ ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે,
દરમિયાન રવિવારે સયાજી હોસ્પિટલના બિછાને કામદાર મુકેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો અને અન્ય કર્મચારીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
મૃતકના પરિવારને રોકડ અને ઇન્સ્યોરન્સ સાથે 80 થી 85 લાખનું વળતર આપવા તૈયારી
થર્મેક્સ કંપનીમાં પડી જવાથી ઘાયલ થયેલા મુકેશનું અવસાન થતાં પીએમ માટે એસેસજીમાં લાવ્યા હતા. જ્યાં કંપનીના કર્મચારીઓ દ્વારા મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવાની વાતચીત ચાલી રહી હતી. જેમાં ખુબજ તકરાર ઉભી થઈ હતી. પરિવારજનો મૃતદેહ લેવા પણ તૈયાર ન હતા.તેવામાં હું પોતે અને બીજા કર્મચારીઓ અને કંપનીના સત્તાધિશો સાથે ચર્ચા કરી અને મૃતકના પરિવારને 50 લાખ રોકડ વત્તા એને મળવા પાત્ર ઈન્સ્યુરન્સની રકમ થઈ અન્ય 25 થી 30 લાખ એમ કરી 80 થી 85 લાખની રકમ મૃતકના પરિવારને સહાય આપવા કંપનીએ તૈયારી બતાવી ત્યારબાદ મૃતકનો મૃતદેહ લઈ પરિવારજનો રવાના થયા હોવાનું જણાવ્યું હતું.