Vadodara

ડેન્ગ્યુ 33, ચિકનગુનિયા 14, તાવના 152 અને ઝાડાના 45 કેસ સામે આવ્યા

વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 33 કેસ મળી આવ્યા હતા.જ્યારે  ચિકનગુનિયાના 14 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 1092 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 587 પર પહોંચ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડા 45 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 152 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 69 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 69 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 80 સેમ્પલમાંથી 33 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે,  શહેરમાં મચ્છરોના કારણે 69 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 69 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top