આણંદ: આણંદમાં 1998માં વિધાન સભાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જોકે, આ ચૂંટણી બે વર્ષ વહેલી હતી. જોકે, આ ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત એ હતી કે, ફોર્મ ભરતા સમયે કુલ છ મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. પરંતુ પાછળથી ત્રણના ફોર્મ રદ થયાં હતાં અને ત્રણે ફોર્મ પરત ખેંચી લીધાં હતાં. જેના કારણે ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર નહતાં. આ ચૂંટણીમાં 38 પુરૂષ ઉમેદવારો જ મેદાનમાં હતાં. તેમાં પણ પરિણામ સમયે 50 ટકા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હતી. આણંદ જિલ્લાની ઉમરેઠ, આણંદ, સારસા, પેટલાદ, સોજીત્રા (એસ.સી.), બોરસદ, ભાદરણ અને કેમ્બે (ખંભાત) મતદાર વિભાગોની ચૂંટણી અન્વયે મતદાન 28મી ફેબ્રુઆરી, 1998ના રોજ મતદાન થયું હતુ, જેની મતગણતરી 2જી માર્ચ,1998ના રોજ થઈ હતી અને પરિણામ 3જી માર્ચ, 1998ના રોજ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં આઠેય બેઠક પર સૌથી વધુ 71.90 ટકા સારસા બેઠક પર જ્યારે સૌથી ઓછું 61.94 સોજિત્રા બેઠક પર મતદાન થયું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર નહતાં. આણંદની 8 બેઠકો ઉપર કુલ મળી 49 પુરૂષ અને 6 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી તેમની ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે 3 પુરૂષઅને 3 મહિલાના ઉમેદવારી પત્રો રદ્દ થયા હતા, જયારે 8 પુરૂષ અને 3 મહિલા ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા આ આઠેય મતદાર વિભાગના ચૂંટણી જંગમાં કુલ 38 પુરૂષ ઉમેદવારો રહ્યાં હતાં. જેમાંથી પરિણામ જાહેર થતાં 19 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.
કઇ બેઠક પર શું સ્થિતિ હતી ?
ઉમરેઠ બેઠકમાં 6 ઉમેદવારો રહયાં હતા. જેમાંથી પરિણામ જાહેર થતાં 4 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. આ બેઠક ઉપર 66,832 જનરલ અને 2 સર્વીસ મતદારો મળી કુલ 66,838 પુરૂષ મતદારો તથા 62,785 જનરલ અને 3 સર્વીસ મતદારો મળી કુલ 62,788 મહિલા મતદારો નોંધાયા હતા. જે પૈકી 48,037 જનરલ અને 11 પોસ્ટલ મળી કુલ 48,048 પુરૂષ મતદારોએ તેમજ 36,700 જનરલ અને 1 પોસ્ટલ મળી 36,701 મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં આ બેઠક ઉપર 65.38 ટકા મતદાન થયું હતુ.
આણંદ બેઠકમાં 4 ઉમેદવારો રહયાં હતા. જેમાંથી પરિણામ જાહેર થતાં 2 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. આ બેઠક ઉપર 94,640 જનરલ અને 5 સર્વીસ મતદારો મળી કુલ 94,645 પુરૂષ મતદારો તથા 86,958 જનરલ અને 3 સર્વીસ મતદારો મળી કુલ 86,961 મહિલા મતદારો નોંધાયા હતા. જેમાંથી 64,436 જનરલ અને 25 પોસ્ટલ મળી કુલ 64,661 પુરૂષ મતદારોએ તેમજ 51,339 મહિલા મતદારો મળી કુલ 1,16,000 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં આ બેઠક ઉપર 63.87 ટકા મતદાન નોંધાયું હતુ.
સારસા બેઠક ઉપર 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહયાં હતા. જેમાંથી પરિણામ જાહેર થતાં 5 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. સારસાની આ બેઠક ઉપર 66,022 જનરલ અને 7 સર્વીસ મતદારો મળી કુલ 66,029 પુરૂષ મતદારો તથા 61,195 જનરલ અને 3 સર્વીસ મતદારો મળી કુલ 61,198 મહિલા મતદારો નોંધાયા હતા. જેમાંથી 50,051 જનરલ અને 7 પોસ્ટલ મળી કુલ 50,058 પુરૂષ મતદારોએ તેમજ 41,423 જનરલ અને 1 પોસ્ટલ મળી કુલ 41,424 મહિલા મતદારોએ મતદાન કરતાં આ બેઠક ઉપર 71.90 ટકા મતદાન નોંધાવા પામ્યું હતુ.
પેટલાદ બેઠકમાં 3 પુરૂષ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી પરિણામ જાહેર થતાં 1 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. પેટલાદ મતદાર વિભાગની આ બેઠક ઉપર 69,027 જનરલ અને 8 સર્વીસ મતદારો મળી કુલ 69,035 પુરૂષ મતદારો તથા 65,251 જનરલ અને 3 સર્વીસ મતદારો મળી કુલ 65,254 મહિલા મતદારો નોંધાયા હતા. જે પૈકી 48,175 પુરૂષ મતદારોએ તથા 40,640 મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં આ બેઠક ઉપર 66.14 ટકા મતદાન થયું હતુ.
સોજીત્રા (એસ.સી.) બેઠકમાં 4 ઉમેદવારો રહયાં હતા. જેમાંથી પરિણામ જાહેર થતાં 2 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. સોજીત્રાની આ બેઠક ઉપર 66,562 જનરલ અને 5 સર્વીસ મતદારો મળી કુલ 66,567 પુરૂષ મતદારો તથા 63,699 જનરલ અને 2 સર્વીસ મતદારો મળી કુલ 63,701 મહિલા મતદારો નોંધાયા હતા. જેમાંથી 44,752 જનરલ અને 8 પોસ્ટલ મળી કુલ 44,740 પુરૂષ મતદારોએ તેમજ 35,930 જનરલ અને 1 પોસ્ટલ મળી કુલ 35,931 મહિલા મતદારોએ મતદાન કરતાં આ બેઠક ઉપર 61.94 ટકા મતદાન નોંધાયું હતુ.
બોરસદ બેઠકમાં 3 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહયાં હતા. બોરસદની આ બેઠક ઉપર 78,205 જનરલ અને 5 સર્વીસ મતદારો મળી કુલ 78,210 પુરૂષ મતદારો તથા 74,494 જનરલ અને 3 સર્વીસ મતદારો મળી કુલ 74,497 મહિલા મતદારો નોંધાયા હતા. જેમાંથી 55,445 પુરૂષ મતદારોએ તેમજ 45,491 મહિલા મતદારોએ મતદાન કરતાં આ બેઠક ઉપર 66.10 ટકા મતદાન નોંધાયું હતુ.
ભાદરણ બેઠકના ચૂંટણી જંગમાં 3 ઉમેદવારો રહયાં હતા. પરિણામ જાહેર થતાં 1 ઉમેદવારે તેની ડીપોઝીટ ગુમાવી હતી. આ બેઠક ઉપર 80,161 જનરલ અને 2 સર્વીસ મતદારો મળી કુલ 80,163 પુરૂષ મતદારો તથા 75,229 જનરલ અને 1 સર્વીસ મતદારો મળી કુલ 75,230 મહિલા મતદારો નોંધાયા હતા. જેમાંથી 57,259 પુરૂષ અને 43,007 મહિલા મતદારોએ મતદાન કર્યું હતુ. આ બેઠક ઉપર 64.52 ટકા મતદાન નોંધાયું હતુ.
કેમ્બે (ખંભાત) બેઠક ઉપર 7 ઉમેદવારો રહયાં હતા. આ બેઠકનું પરિણામ જાહેર થતાં 7 પૈકી 4 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. આ બેઠક ઉપર 76,046 જનરલ અને 1 સર્વીસ મતદારો મળી કુલ 76,047 પુરૂષ મતદારો તથા 71,373 જનરલ અને 1 સર્વીસ મતદારો મળી કુલ 71,374 મહિલા મતદારો નોંધાયા હતા. જેમાંથી 52,281 પુરૂષ અને 43,747 મહિલા મતદારોએ મતદાન કરતા આ બેઠક ઉપર 65.14 ટકા મતદાન નોંધાયું હતુ.