પક્ષાંતરનો પણ એક રેકર્ડ હોઈ શકે એવા એક સમાચાર દૈનિક ન્યૂઝમાં પ્રગટ થયા હતા. જે સંસ્થા દેશ સ્વતંત્ર થયો તે સમયથી આજ સુધી અજેય હતી તેને તાજેરમાં જ પક્ષાંતર દ્વારા કકડભુસ કરી દેવામાં આવી હતી. ખાસ કરીને આવી પ્રવૃત્તિઓ ચૂંટણી પહેલા ફુલેફાલે છે આ હિન રમતમાં વિજયી થનારને મુત્સદ્દીગીરીની શ્રેણીમાં પ્રવેશ મળે છે. મતદારો ખરેખર આવી પ્રવૃત્તિઓનો ખેલ મૌનવ્રત જાળવીને જોયા કરે છે. મતદાર એટલો સખ્ત આઘાતઅનુભવે છે કે તેનો વિરોધ કરવાની, પ્રતિકાર કરવાની શક્તિ ગુમાવી બેઠો છે. હૈસો હૈસો અને ટોળાશાહી સામેથી લાચારી અનુભવે છે. મતદારો પાસે મતદાનનો કાયદેસરનો હકક તે એક અમોધ રિઝર્વ શસ્ત્ર તેની પાસે છે. પક્ષાંતર ધારાની છટકબારીનો તમામ પક્ષો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. દરેક રાજકીય પક્ષોએ બેશરમીથી આ કાયદાની છટકબારીનો દુરુપયોગ કર્યો છે. પરંતુ મતદારોને આ નિરાશાની ગર્તામાંથી નીકળવાનો એક જ માર્ગ મતદાનનો કાયદેસરનો હકક, તેમાં જાગૃતિ લાવવાનો છે. તેનો સદુપયોગ તાજેતરમાં જ આવનારી વિધાનસભાની ચૂંટણી છે.
કોઇ પણ પક્ષના કે સ્વતંત્ર ઉમેદવારોએ મતદારો સમક્ષ હાજર થવું જ પડે છે. ચૂંટણીનાં ફક્ત એક દિવસ પૂરતો ગરીબ કે અભણ, કામદાર કે ઓફિસર કે મૂડીપતિઓનું ફક્ત તે દિવસ પૂરતી એક સમાન વેલ્યુ હોય છે. ઊમેદવાર બે હાથ જોડશે ! મોટી મોટી મીઠી મીઠી વાતો કરશે ! ભોળા ભાવે મતદારોને રિઝવવા માટે તે કે પક્ષો સામ, દામ, દંડ, કે ભેદની કુટનીતિ અપનાવશે. પરંતુ તેનાથી અંજાય જવાની જરૂર નથી.દરેક મતદારે વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે કોઈ પણ પ્રકારની ચૂંટણી જાહેર થાય ત્યારે દરેક ઉમેદવાર જાહેર સભામાં ઈશ્વરના સોગંદ લે અને સોગંદપૂર્વક જણાવે છે કે હું કોઈ પણ લાલચથી, ભયથી વિધાનસભા કે લોકસભા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે સહકારી ક્ષેત્રમાં જયાં પણ ઉમેદવારી કરી હશે જે તે પક્ષને સંપૂર્ણ વફાદાર રહીશ.
જો મનભેદ, મતભેદ કે વિચારસરણી અનુકુળ ન આવે તો હું રાજીખુશીથી રાજીનામું આપીશ અને સંસ્થાની મુદત પૂરી થયા સુધીમાં તે પક્ષમાં જોડાઈશ નહીં કે તેમાં સત્તા ગ્રહણ કરીશ નહીં. જ્યાં જયાં ઉમેદવાર પ્રચાર કરવા જાય, ત્યાં ત્યાં તેણે આ સોગંદનામાનો ઉલ્લેખ કરવો જ પડશે. એવું આયોજન મતદાર મંડળે કરવું જોઈએ. બેશરમીની હદ વટાવી ગયેલ મતદારોનો દ્રોહ કરનારી, લોકશાહીને લૂણો લગાડનારી પક્ષાંતર પ્રક્રિયા પર મતદારોએ કાબુ મેળવવો જ પડશે અને તે અંગેની રાષ્ટ્રિય ફરજ પણ નિભાવવી જોઈએ.
ભેસ્તાન – બી.એમ.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.