Columns

નોકરી અને રીયલ એસ્ટેટના ધંધામાં પણ ખાસ પ્રગતિ નથી, શું કરવું?

પ્રશ્ન: નોકરીમાં પ્રગતિ નથી. રીયલ એસ્ટેટમાં પણ ખાસ પ્રગતિ નથી. શું કરવું?
વિમલકુમાર ગોનાવાલા (સુરત)
ઉત્તર: આપનું ભાગ્ય નબળું છે. લગ્નેશ પાપ પીડિત હોવાથી શારીરિક કષ્ટ પણ રહે. ‘આપ કયા ક્ષેત્રમાં નોકરી કરો છો કે અભ્યાસ બાબતની માહિતી નથી. હાલમાં હવે જુલાઇ ’૨૨ પછી નોકરીમાં ગ્રહો સુધરી રહ્યા છે. એટલે નોકરીમાં પ્રગતિ હવે થશે. રીયલ એસ્ટેટ માટે ૨૦૨૩ પછી ગ્રહો સુધરી રહ્યા છે. તમારી તકલીફો દૂર કરવા નીચેના ઉપાયો કરો.
(૧) મંગળ ગ્રહની ઉપાસના કરો.
(૨) સૂર્યને સવારે અર્ધ્ય આપો. ગાયત્રી મંત્રનું રટણ કરો.
(૩) રકતદાન કરો.
(૪) ૐ ગં ગણપતયે નમ: નો મંત્રજાપ કરો.

પ્રશ્ન: છેલ્લા ૧૧ મહિનાથી નોકરી નથી. ફરી કામ કયારે મળે? મારે મોક્ષયોગ છે?
દીપક છાતપર (મુંબઇ)
ઉત્તર: છેલ્લા ૧૧ મહિનાથી આપ નોકરી વગર બેકાર છો. આપની ઉંમર ૫૭ વર્ષ નજીક છે. એટલે કે નિવૃત્તિ સમય નજીક છે. તેથી આ ઉંમરે નોકરી મળવી સહેલી નથી. છતાં નવે ‘૨૨ પછી ગ્રહો સુધરવાથી નાની મોટી નોકરીના યોગ છે. આ સાથે સૂચવેલ ઉપાય કરો. સૂર્ય ગ્રહની ઉપાસના કરો. સૂર્યના જાપ કરો. સૂર્યને અર્ધ્ય આપો. આપની કુંડળીમાં બારમે કેતુ જોઇ કોઇએ આપને મોક્ષ મળશે એવું કહ્યું હશે પરંતુ ખરેખર એવું નથી. મોક્ષ નથી.

પ્રશ્ન: મારા દોહિત્રનાં લગ્ન કયારે થશે? અથાગ પ્રયત્નો છતાં સફળતા નથી.
બાબુલાલ સંઘવી (દાહોદ)
ઉત્તર: આપશ્રીના દોહિત્રનાં લગ્ન છેલ્લાં ૪-૫ વર્ષથી પ્રયત્નો હોવા છતાં થતા નથી તે માટે જ. કું.નું સાતમું સ્થાન અત્યંત પાપ પીડિત છે. એટલે મોટી ઉંમરે લગ્ન થાય તેવી થોડી શકયતા છે. તે માટેનો સમય મે – ૨૩ થી એપ્રિલ – ૨૪ વચ્ચે છે. તો આ સમયમાં વધારે પ્રયત્ન કરવાથી અને ગ્રહના ઉપાય કરવાથી સફળતા મળશે. આ માટે શ્રધ્ધાપૂર્વક ધ્યાન ધરી ગણપતિ મહારાજના ૐ ગં ગણપતયે નમ: ના જાપ કરો અને ગુરુ ગ્રહની ઉપાસના કરો.

Most Popular

To Top