Entertainment

ગુજરાતી ફિલ્મો કરવા જેટલું ‘વિશાલ’ દિલ નથી

ટી.વી. આવ્યા પછી એ મુશ્કેલ બની ગયું છે કે એ ક્ષેત્રે કેટલા ગુજરાતીઓ કામ કરે છે તેની ખબર જ નથી પડતી. ‘ભારત કે વીર પુત્ર: મહારાણા પ્રતાપ’માં અકબરની ભૂમિકા કરનાર વિશાલ જેઠવા ગુજરાતી છે. અકબરની એ ભૂમિકાએ તેને નાના અર્થમાં સમ્રાટ બનાવી દીધો. એ સિરીયલ બે વર્ષ ચાલી હતી. એ સિરીયલ પછી તેણે કામ માટે રખડવું ન પડયું. ટી.વી. સિરીયલો તો મળતી રહી પણ સાથે સાથે ફિલ્મોમાન પણ તેણે જગ્યા કરી. શરૂમાં તેણે ‘ડર એટ ધ મોલ’ અને ‘હિન્દી મિડીયમ’માં કામ કર્યું ત્યારે ફિલ્મના ટાઇટલમાં નામ નહોતું લેવાયુ પણ ‘ઇનામ 100 કરોડમાં આઇપીએસ શિવની ભૂમિકા મળી પછી તે નિયમિત બની ગયો. યશરાજ ફિલ્મ્સની ‘મર્દાની-2’માં પણ તેનું નામ શિવ જ હતું. આ ફિલ્મ પછી તેને ગુરજાતી ફિલ્મ ‘ગોળકેરી’માં ઉબેર ડ્રાઇવરની ભૂમિકા મળી અને હવે સલમાનની ફિલ્મ ‘ટાઇગર-3’ ઉપરાંત જેમાં કાજોલની મુખ્ય ભૂમિકા છે તે ‘સલામ વેન્કી’માં વેન્કી તરીકે કામ કરી રહ્યો છે.

મોટા બેનરની ફિલ્મો અને મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ મળવાનો ફાયદો તે જાણે છે. સુરતના અબ્બાસ મુસ્તાન હમણા ‘3 મેકીઝ’ બનાવી રહ્યા છે તેમાં પણ વિશાલને સારી ભૂમિકા મળી છે. મુંબઇમાં હવે હજારો અભિનેતા અભિનેત્રી કામ કરે છે એટલે વિશાલ એ હજારોમાં ફકત એક છે. આમ છતાં તે ગુજરાતી ફિલ્મો યા ટી.વી. માટે તૈયાર નથી. મુંબઇ રહી તેણે હિન્દી ફિલ્મોમાં જ કામ કરતા રહેવું છે. જો કામ જ કરવું હોય તો ગુજરાતી ફિલ્મોમાં ફનાગીરીના ભાવે શું કામ કામ કરવું? મુંબઇમાં તેને જે કામ મળ્યું છે તે 2013થી મળ્યું છે અને તેમાં આઠ ટી.વી. સિરીયલો પણ છે. ‘ઓયે જસ્સી’મા તે વિવેક હતો તો ‘સંકટમોચન મહાબલી હનુમાન’માં બાલીની ભૂમિકા કરેલી પછી ‘ક્રાઇમ પેટ્રોલ, એક દૂજે કે વાસ્તે’  પેશવા બાજીરાવ, ‘દિયા ઔર બાતી હમ’માં છોટા પોકેટ, ‘થપકી પ્યાર કી’માં રાજકુમાર શેખવત અને છેલ્લે ‘ચક્રધારી અજય કૃષ્ણ’માં ભગવાન કૃષ્ણની ભૂમિકા હમણાં તેણે ‘હયુમન નામની વેબ સિરીઝમાં મંગુની ય ભૂમિકા કરી છે. •

Most Popular

To Top