આપણી લોકશાહીમાં પારદર્શિતા જ નથી

લોકશાહીની તાકાત પારદર્શિતામાં છે. રાષ્ટ્રને જે મુસીબતોનો સામનો કરવો પડે છે તેની લોકોને જાણ થતાં તેઓ સાથે મળીને લડત આપી શકશે. પોતાની સમક્ષનું સંયુકત જોખમ શું છે તે જાણી લોકો એકમેકની નજીક આવશે. આ ભાવના શકય છે, પણ લોકશાહી નહીં ધરાવતા દેશોમાં હાંસલ કરવી મુશ્કેલ છે કારણ કે આપખુદ નેતાગીરી ગુપ્તતામાં માને છે. આપણે શું કહેવું છે તેનો દાખલો યુરોપમાંથી લડાતા યુદ્ધમાંથી મળશે. યુક્રેન એક થઇ ગયું છે અને પ્રતિકૂળતા વચ્ચે તેણે જે ભાવના કેળવી છે તે દુનિયા જુએ છે. યુક્રેન પોતાની વર્તમાન લોકશાહી સુધી કઇ રીતે પહોંચ્યું તે બાબતમાં વિવાદ છે અને તે જ રશિયાના આક્રમણ પાછળના કારણનો એક ભાગ છે. આમ છતાં બંને દેશો પારદર્શિતાની બાબતમાં કોઇ વિવાદ નથી.

યુક્રેનવાસીઓને ખબર છે કે તેઓ શેનો સામનો કરી રહ્યા છે અને તેઓ સાથે મળીને તેનો સામનો કરી રહ્યા છે. આ મહિને રશિયાએ તેનાં નાગરિકો માટે ફેસબુકના દરવાજા બંધ કરી દીધા કારણ કે વ્લાદિમિર પુતિન શું ચાલી રહ્યું છે તે લોકોને જાણવા દેવા માંગતા નથી. તેણે લશ્કરની બાબતમાં હેવાલ આપવા બદલ પત્રકારોને પંદર વર્ષની જેલની સજાની જોગવાઇ કરતો કાયદો પણ બનાવ્યો છે. આનાથી ઘણાં રશિયનોમાં ચિંતા અને ચોંકી ઊઠવાની લાગણી પેદા થશે અને રાષ્ટ્રને લાંબા ગાળે નુકસાન થશે. તડકો શ્રેષ્ઠ જંતુનાશક છે અને સંગઠનો અને સરકારમાં તડકો એટલે પારદર્શિતા. તા. ૨૫ મી માર્ચે ચીનના વિદેશ પ્રધાન ભારત આવ્યા હતા. સરકારે કહ્યું કે આ એક વણજાહેર કરાયેલી મુલાકાત હતી. અલબત્ત પત્રકારોને તેના વિશે ખબર હતી જ કે વાંગ ચી ભારત આવે છે. ચીની વિદેશ પ્રધાન વાંગ ચી આપણા વિદેશ પ્રધાનને મળ્યા અને આપણા નેશનલ સિકયુરિટી એડવાઇઝરને પણ મળ્યા તેથી તેમની મુલાકાતનો વિષય ખાનગી નહતો. વિષય હતો: લડાખની પરિસ્થિતિ.

વાંગે વડાપ્રધાન સાથે મુલાકાત કરવાની માંગણી કરી પણ તેની તેમને રજા નહીં અપાઇ અને એવું બહાનું રજૂ કરાયું કે વડા પ્રધાન મોદી ઉત્તર પ્રદેશમાં યોગીના શપથવિધિમાં ગયા છે. આ બીજો નિર્દેશ છે કે ભારત પરિસ્થિતિથી નાખુશ છે. પરિસ્થિતિ શું છે? આ સમસ્યા છે. ભારતીયોને વડા પ્રધાને જાતે કહ્યું છે કે કોઇ સમસ્યા નથી અને આપણા પ્રદેશમાં કોઇ નથી. આપણા સૈનિકો ઐતિહાસિક ઢબે જે સ્થાનોની ચોકી કરે છે તે ચોકી કરતાં તેમને કોઇ અટકાવતું નથી એમ સંરક્ષણ પ્રધાન કહે છે. આવું જ હોય તો ચીનાઓ સાથે ચર્ચા શેની કરવાની છે? આ જ વાત આપણને સરકાર કહેતી નથી. સરકાર તરફી પત્રકારોએ હેવાલ આપ્યા હતા કે ચીન મુકત થવા માંગે છે. કારણકે હાલની પરિસ્થિતિ કોઈના  હિતમાં નથી.’

શેમાંથી મુકિત? તેઓ પોતાની સીમામાં હોય તો ખરી સમસ્યા કયાંય નથી. તા. ૧૧ મી માર્ચે ભારતીય સૈન્યના જનરલો ચીની સૈન્યના અફસરો સાથે ૨૦૨૦ ના સંઘર્ષ પછી મંત્રણાના પંદરમા દૌર માટે મળ્યા. ઘુસણખોરી જ નહીં હોય તો તેઓ શેની મંત્રણા કરવાના? આપણી સરકારે નથી કહ્યું. ધી ઇન્ડિયન એકસપ્રેસે બીજે દિવસે હેવાલ આપ્યા કે બંને પક્ષો ‘હોટ સ્પ્રિંગ્ઝ’માં પલટણના પ્રમાણ સૈન્ય બળ ધરાવે છે પણ ચીની સૈનિકો ખરેખરી અંકુશ રેખાની ભારતીય હદમાં છે. સરકારે આ હેવાલનો ઇન્કાર પણ નથી કર્યો અને કોઇ ટીકા ટિપ્પણ પણ નથી કરી. નિવૃત્ત જનરલો સહિતના મોટા ભાગના નિષ્ણાતો માને છે કે ભારતની સરહદમાં ઘુસણખોરી થઇ છે અને ચીન ખાલી કરવાનો ઇન્કાર કરે છે અને તે સમસ્યા છે. તેમણે લખ્યું છે કે આ સમસ્યા વકરે પણ ખરી અને ચીન તેને વકરાવશે.

અરુણાચલ પ્રદેશમાં નવી ઘુસણખોરી થઇ હોવાના હેવાલ છે કારણ કે ચીનનો તેના પર એ કારણથી દાવો છે કે તિબેટના છઠ્ઠા દલાઇ લામા ઇ.સ. ૧૬૮૩ માં તવત્ગમાં જન્મ્યા હતા. ચીન રશિયાની જેમ સરમુખત્યારશાહી છે અને તેને પણ પારદર્શિતા નથી ગમતી. ભારત લોકશાહી છે પણ આપણે ગમે તે કારણસર અન્ય પ્રશ્નો સાથે આ પ્રશ્ને પારદર્શિતા નહીં બનવાનું પસંદ કર્યું છે. માટે કારણની અટકાટ નથી કરવી પણ મને કારણ લગભગ ખબર છે. આપણે વિચારવું જોઇએ કે ભારત સરમુખત્યારશાહી નથી. તેથી લોકશાહી તરીકે તેની કુદરતી શકિત વાપરવી જોઇએ પણ કોઇક કારણસર તે વાપરતા નથી. હકીકતમાં આપણે આપણી જાતને ગેરમાર્ગે દોરવી રહ્યા છીએ એમ લાગે છે અને આપણે પાકિસ્તાનને જગ્યા આપી રહ્યા છીએ.

ચીનના વિદેશ નીતિ નિષ્ણાતોએ ભારત સરકારે પેદા કરેલા ગૂંચવાડાની નોંધ લીધી જ હશે અને એ અસંભવ છે કે આ ગૂંચવાડાનો પોતાના લાભમાં કેવી રીતે ઉપયોગ થઇ શકે તેનો અંદાજ તેમણે નહીં કાઢયો હોય. લડાખ બે વર્ષથી કેમ ઉકળતો ચરુ છે? અરુણાચલમાં શું ચાલી રહ્યું છે? ચીન અને બલુચિસ્તાનને જોડતા કબજા હેઠળના કાશ્મીરમાં ચીને બાંધેલી સડકનું શું? ચીન શ્રીલંકાના એક બંદર પર કબજો ધરાવે છે. બાંગ્લાદેશી અખબારો ચીનની બેલ્ટ અને રોડ યોજનાની વાહવાહ કરે છે. નેપાળ પણ આ યોજનાનો ભાગ છે. દક્ષિણ એશિયામાં માત્ર ભારત અને ભૂટાને જોડાવાનો ઇન્કાર કર્યો છે. આના લાંબા ગાળાના સૂચિતાર્થો અને જોખમો શું છે? લોકશાહી પારદર્શિતા અને લોકોના ટેકાથી આવી સમસ્યા ઉકેલી શકે છે. ચીનના મામલે આપણે ત્યાં પારદર્શિતા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top