દિલ્હી પોલીસે મંગળવારે એક સાથે છ પત્રકારોની ધરપકડ કરી છે અને છ એ પત્રકાર વચ્ચે સમાનતા એ છે કે તેઓ ડર્યા વિના હિન્દુત્વવાદી શાસકોની અને તેમના શાસનની નિંદા કરતા હતા અને એ પણ તાર્કિક રીતે, સભ્યતા જાળવી રાખીને. રમેશ ભીદૂડીની ભાષામાં નહીં. તેમની વચ્ચે બીજી સમાનતા એ છે કે તેઓ દરેક માત્ર ડીજીટલ મિડિયામાં સાંપ્રત પ્રશ્નોનું વિવેચન કરતા હતા. જેને મુખ્ય ધારાના મિડિયા કહેવામાં આવે છે. એ અખબાર કે ટી.વી. ન્યુઝ ચેનલ પર નહીં. મુખ્યત્વે યુ ટ્યુબ પર. એકાદ બે અપવાદ છોડીને મુખ્ય ધારાના મિડિયા તો ગોદમાં છે અને અહોરાત્ર જયજયકાર કરે છે તો પછી આવા હાંસિયામાં (માર્જિનમાં) રહીને પત્રકારત્વ કરનારાઓથી ડરવાની શી જરૂર પડી? ક્યાંક કોઈક પરિવર્તન થઈ રહ્યું છે એ વાત નક્કી અને જો ઝીણી નજરે જોશો તો પરિવર્તન નજરે પણ પડશે.
મુખ્ય ધારાના મિડિયાની હવે કોઈ પ્રતિષ્ઠા બચી નથી અને એમાં ઇન્ડિયા ગઠબંધને ગોદી એન્કરોના પ્રાઈમ ટાઈમ સ્લોટમાં ચર્ચામાં ઉપસ્થિત રહીને પોષણ આપવાનું બંધ કર્યું એને કારણે રાતના નવ વાગ્યાનાં ડાકલાં મોળાં પડી ગયાં છે. ભક્તોને હવે એ ધૂણાવી નથી શકતા. એન્કરો અને ભક્તો અફીણ માટે ઝૂરે છે. અખબારોને અને સામયિકોને કોવીડના લોકડાઉનનો એવો માર પડ્યો છે કે તે હજુ ઊભાં નથી થઈ શક્યાં અને હવે થઈ શકશે એવી કોઈ શક્યતા દેખાતી નથી. તો બન્યું છે એવું કે બુદ્ધિશાળી નાગરિકોએ તો આઠ-નવ વરસ પહેલાં જ મુખ્ય ધારાના ગોદી મિડિયાને રામ રામ કરી દીધા છે અને હવે ભક્તો રાત્રે મોબાઈલ પર ગેમ રમીને વૈકલ્પિક નશો કરે છે. લોકોને ખપ રહ્યો નથી એટલે શાસકોને તેમનામાં કોઈ રસ રહ્યો નથી. આ સ્વાર્થી જગતમાં વસુકેલી ગાયને કોઈ ચારો નીરતું નથી.
તમે એક વાત નોંધી? ગોદી મિડિયા આવતા મહિનાઓમાં થનારી વિધાનસભાઓની ચૂંટણીઓમાં સંભવિત પરિણામોનાં જે સર્વે આપી રહ્યા છે એમાં કોંગ્રેસને જીતતી કે બરોબરની ટક્કર આપતી બતાવે છે. આવું આ પહેલાં નહોતું થતું. પશ્ચિમ બંગાળમાં અને કર્નાટકમાં બીજેપી ભારે બહુમતી સાથે જીતશે એવાં પરિણામો સર્વેના નામે આ લોકોએ આપ્યાં હતાં. યાદ તો હશે જ. હવે અસ્તિત્વનો સવાલ આવ્યો અને નોધારાં થવા લાગ્યા ત્યારે તટસ્થતાનો દેખાવ કરવા લાગ્યા છે.
જે લોકો પોતાના ચિત્તની સ્વતંત્રતા જળવાઈ રહે એમ ઈચ્છે છે અને કુપ્રચારથી અભડાવા દેવા માગતા નથી તેમની પાસે ઘણા વિકલ્પો છે અને લોકો એવા વિકલ્પો અપનાવવા લાગ્યા છે. ક્યાં સુધી એક ને એક ખીલે બંધાઈને એકનો એક નીરેલો ચારો આરોગતા રહેવાનું! પશુને પણ ખીલેથી છૂટીને પગ છૂટા કરવાનું મન થાય છે તો આપણે તો માનવી છીએ. ડીજીટલ પ્લેટફોર્મ્સ પર તમારી પાસે વિશાળ પસંદગી છે. તમારી અનુકૂળતાએ તમે તે જોઈ કે વાંચી શકો છો. બીજી વાર જોવા કે વાંચવા માગતા હોય તો તેમ પણ કરી શકો છો. કોઈનું ધ્યાન દોરવું હોય તો ક્લીપ કે લેખ ફોરવર્ડ કરી શકાય છે. તથ્યોની ખાતરી કરવી હોય તો પોઝ આપીને એને એ જ સમયે તમે ખાતરી કરી શકો છો. પરિણામે વધુ ને વધુ સંખ્યામાં લોકો ડીજીટલ મિડિયા તરફ ઢળી રહ્યા છે. લગભગ દરેક અખબારો ડીજીટલ અખબાર કાઢે છે.
જે છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે એ નિડર પત્રકાર છે અને વસ્તુનિષ્ઠ પત્રકારત્વ કરે છે. તેમની તેવી પ્રતિષ્ઠા છે એટલે તેમનો દર્શક વર્ગ વધી રહ્યો છે. જેમ કે રવીશ કુમારની યુ ટ્યુબ પર આવતી ન્યુઝ ચેનલના ૭૦ લાખ કરતાં વધુ ગ્રાહક સભ્ય છે. જે સભ્ય નહીં બન્યા હોય એ વધારામાં. કોઈ ગોદી એન્કર આટલી લોકપ્રિયતા ધરાવતો નથી. સોરી, મેં ખોટો શબ્દ વાપર્યો. લોકપ્રિયતા નહીં, શ્રદ્ધેયતા. લોકપ્રિયતા તો એક સમયે ભક્તોની વચ્ચે ગોદીવાળાઓ ધરાવતા હતા. જે છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે એ રવીશ કુમાર જેવી શ્રદ્ધેયતા ધરાવે છે અને તેમની ગ્રાહક-સભ્ય સંખ્યા વધી રહી છે. બીજી બાજુ ગોદી મિડિયાએ શ્રદ્ધેયતા ગુમાવી દીધી છે. સ્થિતિ એવી બની છે કે વડા પ્રધાને યુ ટ્યુબ ચેનલ શરૂ કરી છે.
તો ભારતીય પ્રજા ગોદી મિડિયાથી મુક્ત થઈ રહી છે અને ગોદી મિડિયા પણ ગોદમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનો અર્થ એવો નથી કે તેઓ વિરોધમાં બોલતા થઈ જશે, માત્ર જીહજુરી કરતા બંધ થઈ જશે. જયજયકાર કરવાનું ઓછું કરશે. આ અત્યારે નજરે પડવા માંડેલું પહેલું પરિવર્તન. એક બાજુ લોકોની આંખ ઊઘડી રહી છે, બીજી બાજુ હાલરડાં ગાઈને લોકોની આંખ મીંચાવનારાઓનો પ્રભાવ ઘટી રહ્યો છે અને ત્રીજી બાજુ લોકોની આંખ ઉઘાડનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે.
પરિવર્તનનું બીજું પાસું એ છે કે ડીજીટલ પ્લેટફોર્મ્સ મોકળું મેદાન છે, જ્યાં દરેક પોતાને વ્યક્ત કરી શકે છે. ભક્તોને વાત કરતાં આવડતું નથી અને બુદ્ધિશાળીઓ પોતાની વાત અવનવી પણ તાર્કિક રીતે પોતાની વાત કરે છે. ઇટાલિયન ફિલસૂફ એન્ટોનિયો ગ્રામસીએ આવા સીધા સાદા પણ ધીંગી સૂઝબૂઝને પોતાની કુંવારી ભાષામાં જબરદસ્ત રીતે અભિવ્યક્ત કરતા લોકોને ઓર્ગેનિક ઇન્ટેલેક્ચુઅલ્સ તરીકે ઓળખાવ્યા હતા. સ્વાભાવિક અને નૈસર્ગિક. આવા લાખો લોકો છે. પોતાની કલ્પનાના સહિયારા ભારતને બચાવવાનો જ્યારે કેટલાક લોકોએ સંકલ્પ જ કરી લીધો છે ત્યારે કેટલા લોકોની ધરપકડ કરશો?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.