તાજેતરનાં વર્ષોના આપણા દેશ ભારતના મધ્યમ વર્ગની વૃદ્ધિ કઇ રીતે અટકી ગઇ છે તે વિશે મેં બે અઠવાડિયાં પહેલાં લખ્યું હતું. આપણા અર્થતંત્રના અગ્રણી નિર્દેશોમાં છે રહેણાંક મિલ્કતો, કાર, બે પૈંડાંનાં વાહનો, ફ્રીઝ, વોશિંગ મશીન અને ટેલિવિઝન વગેરે જેવી ઉપભોકતા જણસોનું વેચાણ સ્થિર થઇ ગયું છે. ધંધાર્થીઓ દ્વારા બેંકોમાંથી લેવાનું ધિરાણ એક દાયકા પહેલાં હતું તેના ત્રીજા ભાગનું થઇ ગયું છે. સરકાર દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા સામયિક શામબળ મોજણીના આંકમાં એવું જણાયું છે કે સૌ પ્રથમ વાર એવું બન્યું છે કે અગાઉ કરતાં વધુ પ્રમાણમાં લોકો ખેતીવાડીમાં રોજગારીમાં જોડાયા છે. એનો અર્થ એ થાય કે લોકોએ ઉત્પાદન કે સેવામાંથી પોતાની નોકરી છોડી દીધી છે અથવા તેમને કાઢી મૂકવામાં આવ્યા છે અને તેઓ ખેતીવાડીના કામમાં જોડાયા છે.
વિધિવત્ ક્ષેત્રોમાં ઉત્પાદનની રોજગારી છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધવાને બદલે ઘટી છે. કદાચ સમાંતર વિકાસમાં એટલે કે હજારો ડોલર ભારતીયોએ એટલે કે રૂ. 1.7 કરોડ કે તેથી વધુ અસ્કયામતો ધરાવતા લોકો છેલ્લાં ચાર વર્ષમાં ભારત છોડી ચાલ્યા ગયા છે. મેં મારા હવે પછી પ્રગટ થઇ રહેલા પુસ્તકમાં અનેક કતારમાં આ લખ્યું જ છે. વધુમાં તાજેતરનાં વર્ષોમાં દાખલ કરાયેલા નવા કાયદા ભારતને એક ચોકકસ દિશામાં લઇ જાય છે. ગુજરાત હાઇકોર્ટે થોડા દિવસ પહેલાં કહેવાતા ‘લવ જિહાદ’ કાયદાની ટીકા કરી જ છે પણ 2014 થી અન્ય કેટલાંક રાજયોમાં આવા કેટલાક કાયદા બન્યા છે.
આ કાયદાનો હેતુ ધર્માંતરણને ગુનો ગણાવી હિંદુઓ અને મુસલમાનો વચ્ચેનાં લગ્નોને આ શકય નહીં તો ય મુશ્કેલ બનાવવાનો છે. જયારે હકીકત એ છે કે આવાં લગ્નો ભારતીયોનો મૂળભૂત અધિકાર છે. આ કાયદાઓ છે: ઉત્તરાખંડ ધર્મ સ્વાતંત્ર્ય ધારો, 2018, હિમાચલ પ્રદેશ ફ્રીડમ ઓફ રિલીજિયન એકટ-2019, ઉત્તરપ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સમપરિવર્તન પ્રતિશોધ આવ્યા. દેશ- 2020 અને ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એમેન્ડમેન્ટ એકટ-2021, આ તમામ કાયદાઓ ભારતીય જનતા પક્ષનાં રાજયોમાં અને છેલ્લાં ત્રણ વર્ષોમાં અમલમાં આવ્યા છે અને કોઇ પણ માહિતી દ્વારા તેને વાજબી ઠેરવી શકયા નથી.
આ પહેલાં ભારતીય જનતા પક્ષ શાસિત રાજયો ગૌમાંસ કબ્જામાં રાખવા સામે કાયદો પસાર કરતા હતા. મહારાષ્ટ્ર એનિમલ પ્રિઝર્વેશન (એમેન્ડમેન્ટ) એકટ-2015, (દેવન્દ્ર ફડણવીસ સરકારે પસાર કર્યો હતો), હરિયાણા ગૌવંશ સંરક્ષણ એન્ડ ગૌસંવર્ધન એકટ-2015, ગુજરાત એનિમલ પીઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ- 2017 અને કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ ઓર્ડિનન્સ-2020- આ કાયદાઓ હતા. ગુજરાતમાં ગાયની કતલ માટેની સજા આજીવન કેદની છે. અન્ય કોઇ આર્થિક ગુના સબબ આટલી સજા નથી થતી અને ભારતનો કાયદો કહે છે કે ગૌવધ ધાર્મિક ગુનો નથી પણ આર્થિક ગુનો છે. ફરી એક વાર કહીએ કે આ તમામ કાયદા 2014 પછી અમલમાં આવ્યા અને તે સાથે મુસલમાનોની ટોળાંશાહી હત્યાના બનાવોમાં વધારો થયો તે દુનિયાએ જોયું.
બાળકોએ સ્ટેન સ્વાયત્રને જેના હેઠળ જેલમાં પૂરવામાં આવ્યો અને તેનું મૃત્યુ થયું તે ગેરકાયદે પ્રવૃત્તિ (પ્રતિરોધક) સુધારા ધારા-યુએપીએ વિશે સાંભળ્યું હશે. આ કાયદા હેઠળ કોઇ પણ વ્યકિતને શંકા પરથી ત્રાસવાદી ગણવાની સરકારને સત્તા મળે છે. આવી વ્યકિત એક ત્રાસવાદી ગણાવવા અને જેલમાં જવા માટે કોઇ પણ ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલી હોય તે જરૂરી નથી. આ સુધારા અન્વયે ત્રાસવાદી કૃત્ય એ છે કે જેનાથી કોઇને ઇજા થાય કે કોઇ પણ મિલ્કતને નુકસાન થાય કે ગુનાહિત બળ પ્રયોગની જાહેર પદાધિકારીને ડરાવવાનો કે રોકવાનો પ્રયાસ થાય કે સરકાર કે કોઇ પણ વ્યકિતને કંઇ કરવા કે નહીં કરવા ફરજ પાડવાનું કૃત્ય હોય. આમાં એવાં કોઇ પણ કૃત્યનો પણ સમાવેશ થાય છે કે જે ‘ડરાવવાની સંભાવના’ હોય કે લોકોમાં ત્રાસ ફેલાવવાની સંભાવના હોય. તેનાથી કોઇ પણ વ્યકિતને કે કર્મશીલને તેણે કૃત્ય ખરેખર ન કર્યું હોય તો ય તેને ત્રાસવાદી ગણાવવાની સરકારને અબાધિત સત્તા મળે છે.
2019 નો ગુજરાત સરકારનો અશાંત વિસ્તાર ધારા અશાંત વિસ્તારમાં ભાડૂતોના રક્ષણ માટે સ્થાવર મિલ્કત તબદીલ કરવાની રેમ્બવેલેવાની મનાઈ ફરમાવે છે. આ ધારો મુસલમાનોને અલગ પાડી અલગ વસાહતમાં મૂકે છે. મિલ્કત ખરીદતી કે વેચતી બાબતે લોકોએ પોતાનો ધર્મ જાહેર કરવો ફરજીયાત છે. હિંદુઓ કે મુસલમાનો એકબીજાને સરકારની રજા વગર મિલ્કત વેચી જારી શકે કે એક બીજાથી ખરીદી નહીં શકે. 2019 માં પસાર કરાયેલા આ સુધારાથી કલેકટરને એ નક્કી કરવાની સત્તા મળી છે કે સદરહુ મિલ્કતના વેચાણથી મુસ્લિમોનો ‘અયોગ્ય’ જમેલો થશે કે કેમ? વેચનાર અને ખરીદનારે કોઈ અપીલ નહીં કરી હોય તો પણ કલેકટરનો નિર્ણય વ્યાજબી હતો કે નહીં તેની ફેર સમાજમાં કરવાની સત્તા સરકારને મળે છે. હકીકતમાં તો ભારતીય મુસ્લિમો ગુજરાતનાં શહેરોના જે ભાવમાં મિલ્કત ખરીદી નથી શકતા કે ભાડે નથી લઈ શકતા ત્યાં જે તે મિલ્કત ખરીદવાનો-ભાડે લેવાનું કામ વિદેશીઓ પણ કરી શકે છે.
ભારતમાં આ કાયદાસ્વોનો ખુલ્લેઆમ અમલ થાય છે અને સરકાર પર કોઈ નિયંત્રણ કે પ્રતિબંધ નથી અને દુરુપયોગ બદલ કે કસ્ટડીમાં મૃત્યુ બદલ કોઈ સજા કે ઉત્તરદાયિત્વ નથી. 2014 થી આ કાયદાકીય ફેરફાર આવ્યા છે અને આ કાયદાઓની ભારતમાં શું અસર પડી છે તેની કોઈ ચર્ચા નથી થઈ. આર્થિક મોજણી પ્રમાણે મધ્યમ વર્ગની વૃદ્ધિ અટકી ગઈ છે અને ભારત 2014 થી વૈવિધ્યસભર, આધુનિક બિન-સાંપ્રદાયિક બનતો અટકી ગયો છે. કારણ કે ભારતીય જનતા પક્ષને એવું જ જોઈએ છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તાજેતરનાં વર્ષોના આપણા દેશ ભારતના મધ્યમ વર્ગની વૃદ્ધિ કઇ રીતે અટકી ગઇ છે તે વિશે મેં બે અઠવાડિયાં પહેલાં લખ્યું હતું. આપણા અર્થતંત્રના અગ્રણી નિર્દેશોમાં છે રહેણાંક મિલ્કતો, કાર, બે પૈંડાંનાં વાહનો, ફ્રીઝ, વોશિંગ મશીન અને ટેલિવિઝન વગેરે જેવી ઉપભોકતા જણસોનું વેચાણ સ્થિર થઇ ગયું છે. ધંધાર્થીઓ દ્વારા બેંકોમાંથી લેવાનું ધિરાણ એક દાયકા પહેલાં હતું તેના ત્રીજા ભાગનું થઇ ગયું છે. સરકાર દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા સામયિક શામબળ મોજણીના આંકમાં એવું જણાયું છે કે સૌ પ્રથમ વાર એવું બન્યું છે કે અગાઉ કરતાં વધુ પ્રમાણમાં લોકો ખેતીવાડીમાં રોજગારીમાં જોડાયા છે. એનો અર્થ એ થાય કે લોકોએ ઉત્પાદન કે સેવામાંથી પોતાની નોકરી છોડી દીધી છે અથવા તેમને કાઢી મૂકવામાં આવ્યા છે અને તેઓ ખેતીવાડીના કામમાં જોડાયા છે.
વિધિવત્ ક્ષેત્રોમાં ઉત્પાદનની રોજગારી છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધવાને બદલે ઘટી છે. કદાચ સમાંતર વિકાસમાં એટલે કે હજારો ડોલર ભારતીયોએ એટલે કે રૂ. 1.7 કરોડ કે તેથી વધુ અસ્કયામતો ધરાવતા લોકો છેલ્લાં ચાર વર્ષમાં ભારત છોડી ચાલ્યા ગયા છે. મેં મારા હવે પછી પ્રગટ થઇ રહેલા પુસ્તકમાં અનેક કતારમાં આ લખ્યું જ છે. વધુમાં તાજેતરનાં વર્ષોમાં દાખલ કરાયેલા નવા કાયદા ભારતને એક ચોકકસ દિશામાં લઇ જાય છે. ગુજરાત હાઇકોર્ટે થોડા દિવસ પહેલાં કહેવાતા ‘લવ જિહાદ’ કાયદાની ટીકા કરી જ છે પણ 2014 થી અન્ય કેટલાંક રાજયોમાં આવા કેટલાક કાયદા બન્યા છે.
આ કાયદાનો હેતુ ધર્માંતરણને ગુનો ગણાવી હિંદુઓ અને મુસલમાનો વચ્ચેનાં લગ્નોને આ શકય નહીં તો ય મુશ્કેલ બનાવવાનો છે. જયારે હકીકત એ છે કે આવાં લગ્નો ભારતીયોનો મૂળભૂત અધિકાર છે. આ કાયદાઓ છે: ઉત્તરાખંડ ધર્મ સ્વાતંત્ર્ય ધારો, 2018, હિમાચલ પ્રદેશ ફ્રીડમ ઓફ રિલીજિયન એકટ-2019, ઉત્તરપ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સમપરિવર્તન પ્રતિશોધ આવ્યા. દેશ- 2020 અને ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એમેન્ડમેન્ટ એકટ-2021, આ તમામ કાયદાઓ ભારતીય જનતા પક્ષનાં રાજયોમાં અને છેલ્લાં ત્રણ વર્ષોમાં અમલમાં આવ્યા છે અને કોઇ પણ માહિતી દ્વારા તેને વાજબી ઠેરવી શકયા નથી.
આ પહેલાં ભારતીય જનતા પક્ષ શાસિત રાજયો ગૌમાંસ કબ્જામાં રાખવા સામે કાયદો પસાર કરતા હતા. મહારાષ્ટ્ર એનિમલ પ્રિઝર્વેશન (એમેન્ડમેન્ટ) એકટ-2015, (દેવન્દ્ર ફડણવીસ સરકારે પસાર કર્યો હતો), હરિયાણા ગૌવંશ સંરક્ષણ એન્ડ ગૌસંવર્ધન એકટ-2015, ગુજરાત એનિમલ પીઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ- 2017 અને કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ ઓર્ડિનન્સ-2020- આ કાયદાઓ હતા. ગુજરાતમાં ગાયની કતલ માટેની સજા આજીવન કેદની છે. અન્ય કોઇ આર્થિક ગુના સબબ આટલી સજા નથી થતી અને ભારતનો કાયદો કહે છે કે ગૌવધ ધાર્મિક ગુનો નથી પણ આર્થિક ગુનો છે. ફરી એક વાર કહીએ કે આ તમામ કાયદા 2014 પછી અમલમાં આવ્યા અને તે સાથે મુસલમાનોની ટોળાંશાહી હત્યાના બનાવોમાં વધારો થયો તે દુનિયાએ જોયું.
બાળકોએ સ્ટેન સ્વાયત્રને જેના હેઠળ જેલમાં પૂરવામાં આવ્યો અને તેનું મૃત્યુ થયું તે ગેરકાયદે પ્રવૃત્તિ (પ્રતિરોધક) સુધારા ધારા-યુએપીએ વિશે સાંભળ્યું હશે. આ કાયદા હેઠળ કોઇ પણ વ્યકિતને શંકા પરથી ત્રાસવાદી ગણવાની સરકારને સત્તા મળે છે. આવી વ્યકિત એક ત્રાસવાદી ગણાવવા અને જેલમાં જવા માટે કોઇ પણ ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલી હોય તે જરૂરી નથી. આ સુધારા અન્વયે ત્રાસવાદી કૃત્ય એ છે કે જેનાથી કોઇને ઇજા થાય કે કોઇ પણ મિલ્કતને નુકસાન થાય કે ગુનાહિત બળ પ્રયોગની જાહેર પદાધિકારીને ડરાવવાનો કે રોકવાનો પ્રયાસ થાય કે સરકાર કે કોઇ પણ વ્યકિતને કંઇ કરવા કે નહીં કરવા ફરજ પાડવાનું કૃત્ય હોય. આમાં એવાં કોઇ પણ કૃત્યનો પણ સમાવેશ થાય છે કે જે ‘ડરાવવાની સંભાવના’ હોય કે લોકોમાં ત્રાસ ફેલાવવાની સંભાવના હોય. તેનાથી કોઇ પણ વ્યકિતને કે કર્મશીલને તેણે કૃત્ય ખરેખર ન કર્યું હોય તો ય તેને ત્રાસવાદી ગણાવવાની સરકારને અબાધિત સત્તા મળે છે.
2019 નો ગુજરાત સરકારનો અશાંત વિસ્તાર ધારા અશાંત વિસ્તારમાં ભાડૂતોના રક્ષણ માટે સ્થાવર મિલ્કત તબદીલ કરવાની રેમ્બવેલેવાની મનાઈ ફરમાવે છે. આ ધારો મુસલમાનોને અલગ પાડી અલગ વસાહતમાં મૂકે છે. મિલ્કત ખરીદતી કે વેચતી બાબતે લોકોએ પોતાનો ધર્મ જાહેર કરવો ફરજીયાત છે. હિંદુઓ કે મુસલમાનો એકબીજાને સરકારની રજા વગર મિલ્કત વેચી જારી શકે કે એક બીજાથી ખરીદી નહીં શકે. 2019 માં પસાર કરાયેલા આ સુધારાથી કલેકટરને એ નક્કી કરવાની સત્તા મળી છે કે સદરહુ મિલ્કતના વેચાણથી મુસ્લિમોનો ‘અયોગ્ય’ જમેલો થશે કે કેમ? વેચનાર અને ખરીદનારે કોઈ અપીલ નહીં કરી હોય તો પણ કલેકટરનો નિર્ણય વ્યાજબી હતો કે નહીં તેની ફેર સમાજમાં કરવાની સત્તા સરકારને મળે છે. હકીકતમાં તો ભારતીય મુસ્લિમો ગુજરાતનાં શહેરોના જે ભાવમાં મિલ્કત ખરીદી નથી શકતા કે ભાડે નથી લઈ શકતા ત્યાં જે તે મિલ્કત ખરીદવાનો-ભાડે લેવાનું કામ વિદેશીઓ પણ કરી શકે છે.
ભારતમાં આ કાયદાસ્વોનો ખુલ્લેઆમ અમલ થાય છે અને સરકાર પર કોઈ નિયંત્રણ કે પ્રતિબંધ નથી અને દુરુપયોગ બદલ કે કસ્ટડીમાં મૃત્યુ બદલ કોઈ સજા કે ઉત્તરદાયિત્વ નથી. 2014 થી આ કાયદાકીય ફેરફાર આવ્યા છે અને આ કાયદાઓની ભારતમાં શું અસર પડી છે તેની કોઈ ચર્ચા નથી થઈ. આર્થિક મોજણી પ્રમાણે મધ્યમ વર્ગની વૃદ્ધિ અટકી ગઈ છે અને ભારત 2014 થી વૈવિધ્યસભર, આધુનિક બિન-સાંપ્રદાયિક બનતો અટકી ગયો છે. કારણ કે ભારતીય જનતા પક્ષને એવું જ જોઈએ છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.