મેડિકલ જગતમાં સંશોધન ક્ષેત્રે અનેક પ્રગતિઓ થઇ. પ્રયોગશાળાઓમાં ઘણી બધી વસ્તુઓના આવિષ્કાર થયા. તેમા એક વસ્તુ એવી છે જે માત્ર અને માત્ર માણસના શરીરમાં જ બને છે અને તે છે લોહી. આજ સુધી કોઇ મોટા ગજાના વૈજ્ઞાનિક પણ લોહી કેવી રીતે બને છે તે શોધી શક્યા નથી કે પ્રયોગશાળામાં તેને બનાવી શક્યા નથી. લોહી માત્ર માનવ શરીરમાં જ બને છે. જ્યારે પણ અન્ય ઓર્ગન ડોનેટ કરવું હોય તો ઘણુબધુ મેચ થવુ જરુરી હોય છે પણ જ્યારે બ્લડની કોઇ વ્યક્તિને જરુર હોય ત્યારે બીજી વ્યક્તિ સરળતાથી તેને ડોનેટ પણ કરી શકે છે. પણ હાલ કોરોના મહામારી અને વેક્સિનેશનના ગાળામાં સૌથી વધારે બ્લડની જરૂરિયાત ઉદ્ભભવી. અને બ્લ્ડ બેંક પણ એવો અનુરોધ કરે છે કે વેક્સિન લેતા પહેલા બની શકે તો એક વાર બ્લ્ડ ડોનેટ કરી લેવું જોઇએ જેથી બ્લ્ડની અછત ના સર્જાય, અમુક જાગૃત સુરતીઓ આવા કપરા સમયમાં પણ બ્લડ ડોનેટ કરવાનો અવસર છોડવા માંગતા નહીં હતા, ત્યારે 14 જુનનો દિવસ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આપણે મળીશું એવા સુરતીઓને જેમના માટે બ્લડ ડોનેટ કરવું એક પેશન બની ગયું હોય આવો મળીએ…
એકબાજુ મનમાં સોયનો ડર હતો અને બીજી બાજુ કોઇની જીંદગીનો સવાલ હતો : નિલેષ પાંડવ
નિલેષ જણાવે છે કે,’મને પહેલેથી જ ઈÞÞÞÕજેકશન વિષે મનમાં ડર બેસી ગયો છે. હજુ પણ હું કોઈને ઈન્જેકશન લેતા જોઈ ના શકું. મારી નાની દીકરીને કે વાઈફને હોસ્પિટલ લઈ જાઉં તો પણ હું બહાર જ ઊભો રહું પણ એક વાર અમારા નજીકના રેલેટિવ હોસ્પિટલમાં દાખલ હતા. તેમની ખબર પૂછવા અમે હોસ્પિટલ ગયા, ત્યારે ખબર પડી કે એમની હાલત ખૂબ જ ગંભીર છે એમને તાત્કાલિક બ્લડની જરૂર છે, તેમણે એમના ફ્રેન્ડ સર્કલમાથી 3 જણને બોલાવી લીધા હતા જેમાથી એકનું બ્લડ એમની સાથે મેચ થયું અને તેમને બીજી 3 બોટલની જરૂર હતી. મારું બ્લડ ગ્રૂપના જ બ્લડની તેઓ શોધખોળમાં હતા મારાથી જોવાયું નહીં. મારાથી બોલાઈ ગયું કે હું બ્લડ આપવા તૈયાર છુ. એકબાજુ મનમાં ડર અને બીજીબાજુ કોઇની જીંદગીનો સવાલ ખબરની તે સમયે આટલી હીમત કયાથી આવી ? પણ મે ઈન્જેકશનના ફીયર વિના 2 બોટેલ બ્લડ ડોનેટ કરેલું.’
મે અત્યાર સુધીમાં 93 વખત બ્લડ ડોનેટ કર્યું છે. : ઘનશ્યામ વાસાણી બિરલા
55 વર્ષીય ઘનશ્યામ વાસાણી બિરલા જણાવે છે કે, ‘હું 26 વર્ષનો હતો ત્યારે પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું હતું, અને છેલ્લા 11 વર્ષથી તો દર 3 મહિને રેગ્યુલર બ્લડ આપું છુ. અત્યારસુધીમાં મે 93 વાર બ્લડ ડોનેટ કર્યું છે અને મારે 100 વાર બ્લડ ડોનેટ કરવાનો ટાર્ગેટ પૂર્ણ કરવો છે. મારા દર જ્ન્મદિવસ, ગાંધી જયંતી, વિશ્વ ડોકટર દિવસ આવા સ્પેશ્યલ દિવસે હું બ્લડ ડોનેટ કરું છુ. હું તો બ્લડ આપું છુ પણ મને થયું બીજા લોકોને પણ આ અંગે જાગૃત કરવા જોઈએ જેથી મેં મારી સ્વર્ણિમ ગુજરાત યૂથ ફાઉન્ડેશન અને રેડ ક્રોસ બ્લડ બેન્ક સંસ્થા દ્વારા અવારનવાર કેમ્પ યોજ્યા. અત્યારસુધી 85 કેમ્પ કર્યા અને 17.000 બ્લડની બોટલ ભેગી કરીને સુરતની બ્લડ બેંકને પહોચાડી છે. આ દિવસે ખાસ મેસેજ આપવા માંગીશ કે લોકોએ વર્ષમાં ઓછામાં ઓછા 1 થી 2 વાર તો બ્લડ આપવું જ જોઈએ, આ એક કુદરતી ક્લિનિંગ છે, હું મારો જ અનુભવ કહું તો 55 વર્ષે પણ મને કોઈ રોગ નથી.’
દર ત્રણ મહિને હું જરૂરિયાત હોય તેમને બ્લડ આપું છું : પંકજ પટેલ
29 વર્ષીય પંકજ પટેલ જણાવે છે કે, ‘હું છેલ્લા 3 વર્ષથી નિયમિત બ્લડ ડોનેટ કરું છું . દર ત્રણ મહિને હું જરૂરિયાત હોય તેમને બ્લડ આપું છું. તે ભલે પછી કોઈપણ એરિયામાં રહેતા હોય. અને જો મારા કોન્ટેકટમા હોય તેમને બ્લડની જરૂર ના હોય તો હું કશેથી પસાર થતો હોવ અને બ્લડ કૅમ્પના બોર્ડ કે કાર્યક્રમ વિશે ખબર પડે તો પણ હું ત્યાં બ્લડ આપું છું. અને છતાંય એવા કેમ્પમા પણ નહીં જાઉં તો બ્લડ બેંકમાં પણ જઇ ને પણ હું બ્લડ ડોનેટ તો કરું છું. હું દર ત્રણ મહિને એટલે કે વર્ષમા કોઈપણ હિસાબે ચાર વાર બલ્ડ ડોનેટ અવશ્ય કરું છું.’
બહાર જવાનું કેન્સલ કરી પ્લાઝમા ડોનેટ કરવા પહોંચ્યો : કુણાલ ગોઘાણી
40 વર્ષીય કૃણાલ ગોધાણી બિલ્ડર છે. કૃણાલભાઈ જણાવે છે કે, ‘મને મારા મિત્ર ઘનશ્યામભાઈ દ્વારા ખબર પડેલી કે કોરોના થયાના 28 દિવસ બાદ તમે પ્લાઝમા ડોનેટ કરી શકો કે જેનાથી કોઇની જિંદગી બચાવી શકાય. તે સમયે મે તેને કહી રાખેલું કે કોઈને જરૂર હોય તો કહેજો. સુરતમાં જ્યારે કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર હતી. તે સમયે વહેલી સવારે મારા પર ફોન આવ્યો. સવારે હું તો ગાડી લઈને મારા સાઈટના કામથી બહારગામ જવા નીકળ્યો હતો, પણ મને ખબર પડી કે કોઈને તાત્કાલિક પ્લાઝમાની જરૂર છે કેમ કે જે તે પેશન્ટનું ઓક્સિજન લેવલ પણ 70 થઈ ગયું હતું. આથી મેં વિચાર્યું કામ તો પછી પણ થશે જ આ કોઇની જીંદગીનો સવાલ છે. મેં મારું જવાનું કેન્સલ કરી સીધી ગાડી હોસ્પિટલ લઈ ગયો અને તેમને પ્લાઝમા ડોનેટ કર્યું. એ પેશન્ટના સગાના ચહેરા પર જે ભાવ હતો એ જોઈ મને અત્યંત આનંદ થયો.’