Charchapatra

ફરી ખાળકૂવા અપનાવો તેમાં ફાયદો છે

આપણા દેશની મુખ્ય ઓળખ તો ખેતીપ્રધાન દેશ તરીકેની હતી જયારે આપણે આઝાદી મેળવી ત્યારે અને મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહેતી અને મુખ્ય વ્યવસાય પણ ખેતી હતી. ખેતીમાં ખાતર તરીકે મુખ્યત્વે વનસ્પતિ અને પશુ તેમજ માનવજીવોના ઉતર્સજન (વેસ્ટ)નો ઉપયોગ થતો. વનસ્પતિ અને પશુ છાણ તો મૂળ જૈવિક સ્વભાવ હોવાથી કુદરતી વિઘટન પામી ખાતરમાં રૂપાંતરિત થતો અને માનવીય વસાહત જયાં હતી ત્યાં વશિરૂમ ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર જેને વાડો કહેવાય ત્યાં હતું. ઉંડો ચોરસ ખાડો, બે પગ મૂકી શકાય તેવા પત્થર એક નળ અને એક જૂનું પૂરાણુ વાસણ અથવા ટમ્બભર રહેતું આ ખાડામાંથી ભેગો થતો માનવવેસ્ટ એક જગ્યાએ અમૂક પ્રક્રિયાઓ થઇ ખાતરમાં ફેરવાતો આજકાલ હાઇવે પર મોર્ડન વોશરૂમ જોવા મળે છે પરંતુ તે વોશરૂમમાં જરૂરી મોર્ડન સગવડો અમુક સમય પછી જાળવણીનો જો અભાવ હોય તો ગાયબ થઇ જાય અને ગંદકીથી ઉભરાતા વોશરૂમ જોવા મળે. આપણી સરકારે કે જે આ વ્યવસ્થા જોતી હોય તેણે અસલ ખાળકૂવા જેવી સીસ્ટમને આવી જગ્યાએ અપનાવવી જોઇએ કે જેમાં જરૂરી સફાઇ માટેની વસ્તુઓ ઇકોફ્રેન્ડલી હોય આવી વ્યવસ્થાથી નુકસાનથી બચી શકાય, જૈવિક ખાતર મળે અને સાફસફાઇ માટેની મહેનત પણ ઓછી કરવી પડે. આ સિસ્ટમ ધાર્મિક સ્થળોએ, જાહેર સ્થળોએ પણ અપનાવી શકાય કેમ ખરું ને ?
સુરત     – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બારડોલી નગરપાલિકાનો લાઇટ વિભાગ આંધળો છે
બારડોલી કડોદ રોડ પર તલાવડીથી શિવાજી પૂતળા સુધી રોડની વચ્ચે ડીવાઈડર પર લગાવેલ લાઇટના તમામ થાંભલા પરના ફ્યૂઝ બોક્સ જંક્શન બોક્સ તૂટી ગયેલા છે. કેટલાક થાંભલા પરના બોક્કસ લબડીને નીચે પડી ગયા છે. તેમાના જીવતા વાયરો રોડ પર લબડી રહ્યા છે. આ ચોમાસાની સીઝનમાં કરંટ લાગવાની ખતરનાક ઘટના આ વિસ્તારમાં બનવાની છે. આ અંગે અમોએ નગરપાલિકાને ઘણી વખત જાણ કરી છે. પણ આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ચીફ ઓફિસર આ અંગે તાત્કાલિક લાઇટ વિભાગને જરૂરી સુચના આપે.
બારડોલી          – અરૂણ સરવૈયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top