Comments

40 ડિગ્રી તાપમાનમાં અચાનક વરસાદી માહોલ સર્જાઈ જતાં લોકોમાં ભારે કુતુહલ

વડોદરા: શહેરમાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે શહેર ના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને માવઠારૂપી વરસાદી છાંટા પડતા વડોદરાના નાગરિકોમાં કુતુહલ જોવા મળ્યું હતું કમોસમી વરસાદે વડોદરા સહિત જિલ્લામાં ફરી સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે. મંગળવારે બપોર બાદ વડોદરાના હવામાનમાં ફેરફાર થતા માવઠા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. અને પવન ન હોવાથી વડોદરાવાસીઓ મોડી રાત સુધી બફારાનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના ઘણા તાલુકા તેમજ પડોશી જિલ્લાઓમાં હળવો વરસાદ થતા ખેડૂતો ચિંતામાં પાકને નુકસાન થવાની ચિંતા વધી ગયેલી જોવા મળી હતી. ફરી કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

વડોદરા સહીત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા આસ-પાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે. કમોસમી વરસાદ પડતા વિવિધ પાકોમાં નુકસાનીની આશંકા સેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ક્યાંક પવન સાથે વરસાદ પડ્યો હતો.

Most Popular

To Top