મુંબઈ (Mumbai): ક્રિકેટ (Cricket) ચાહકોને આઈસીસીએ (ICC) મોટી ભેંટ આપી છે. આગામી મહિને ભારતમાં (India) રમાનાર વર્લ્ડ કપ 2023નું (ODI WorldCup 2023) થીમ સોન્ગ (Theme Song) આઈસીસીએ લોન્ચ કર્યું છે. આ મજેદાર ગીતનું નામ ‘દિલ જશ્ન બોલે’ છે. ગીત માટે મ્યુઝિક પ્રિતમે (Pritam) આપ્યું છે. આ ગીતમાં બોલિવુડ સ્ટાર રણવીર સિંહ (RanvirSinh) નજરે પડે છે.
વન ડે વર્લ્ડ કપ 2023 માટે રિલિઝ કરાયેલા થીમ સોન્ગની શરૂઆતમાં રણવીર સિંહ એક બાળકને સાચો ક્રિકેટ ફેન બનવાનું મહત્ત્વ સમજાવે છે. ત્યાર બાદ બંને ટ્રેનની અંદર ધમાકેદાર ડાન્સ કરે છે. વીડિયોમાં સંગીતકાર પ્રિતમ ટ્રેનની છત પર ગિટાર વગાડતા નજરે પડે છે. તે ઉપરાંત કોમેન્ટેટર જતીન સપ્રુ પણ આ થીમ સોંગમાં દેખાય છે. ગીતમાં ભારતીય સંગીતની સાથે ડીજે ધૂન પણ સામેલ કરાઈ છે.
વર્લ્ડ કપ પહેલાં ભારત ઓસ્ટ્રેલિયા સામે સિરિઝ રમશે
દરમિયાન, વર્લ્ડ કપ પહેલા ભારતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ રમવા આવશે. ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝ 22 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. ત્રણ મેચની ODI શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ટકરાશે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ જેવા સિનીયર ખેલાડીઓને આ સિરિઝની પહેલી બે મેચ માટે આરામ આપવામાં આવ્યો છે.
પ્રથમ બે મેચમાં રોહિતની ગેરહાજરીમાં વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે. અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને 21 મહિના બાદ ODI ટીમમાં પરત ફર્યો છે. અશ્વિને તેની છેલ્લી વનડે જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી અને જો અક્ષર સમયસર સ્વસ્થ નહીં થાય તો તેને વર્લ્ડ કપની ટીમમાં પણ સામેલ કરી શકાય છે.