ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજ (Dahej) બાયપાસ રોડ પર આવેલી મંગલદીપ સોસાયટીમાં મહાદેવ મંદિરમાં (Mahadev Temple) તસ્કર (Thief) ત્રાટક્યો હતો. મંદિરમાં રહેલી દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમ ઉઠાવી ગયો હતો. ચોરી વખતે દાનપેટી તોડનાર તસ્કર સીસીટીવીમાં (CCTV) કેદ થયો હતો.
અધિક માસમાં ભરૂચમાં બાયપાસ પર આવેલી સોસાયટીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું છે. શનિવારે મધરાત્રે એક તસ્કર હાથમાં લોખંડની પાઇપ લઈ સોસાયટીના શિવ મંદિરમાં પ્રવેશ્યો હતો. મંદિરની દાનપેટીને તોડી તેમાં રહેલા રોકડા અને ચઢાવો ચોરી લીધો હતો. તસ્કરની તમામ હરકત અને દાનપેટી તોડી કરાયેલી ચોરી મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સોસાયટીના રહીશો આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરનાર છે.
કડોદરા નજીક દમણથી દારૂ ભરીને આવતી ટ્રકમાંથી 15 લાખથી વધુનો દારૂ ઝડપાયો
પલસાણા: સુરત જિલ્લા એલસીબીએ બાતમીના આધારે દમણથી દારૂ ભરીને આવતી ટ્રકને કડોદરા સીએનજી પંપ નજીક ઊભી રાખી તલાસી લેતાં ટ્રકમાંથી 15 લાખથી વધુનો દારૂ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી.
સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક મરૂન કલરની ટ્રક નં.(જીજે ૧ બીવી ૧૭૧૫)નો ચાલક ટ્રકમાં દમણ તરફથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઇ-અમદાવાદ ને.હા.૪૮ પરથી અમદાવાદ તરફ જનાર છે. ટ્રકની ઉપર ઇંગ્લિશમાં ઓલ ઇન્ડિયા ૫રમિટ લખેલ છે અને તે ટ્રકે નવસારી પાસ કરેલ છે. બાતમી મળતા જ એલસીબીની ટીમે કડોદરાથી પસાર થતા નેશનલ હાઇવે નં.૪૮ ૫૨ સીએનજી પંપ પાસે વોચ ગોઠવી ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકમાં તપાસ કરતાં પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-૫૪૦૦ કિં.૧૫,૬૦,૦૦૦, ટ્રકની કિં.૧૦ લાખ, મોબાઇલ ફોન નંગ-૧ કિંમત ૫૦૦૦, રોકડ રૂ.૩૬૧૦, તાડપત્રી નંગ-૧ કિં.૨૦૦૦ મળી કુલ રૂ.૨૫,૭૦,૬૧૦ના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રકચાલક રોહિત ભૂપત માતાસુળીયા (દેવીપૂજક) (ઉં.વ.૨૫) (૨હે., ચોરીવીરા હાઇસ્કૂલની બાજુમાં, જિ.સુરેન્દ્રનગ૨)ને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ કરતાં વાપી નેશનલ હાઇવે પર દારૂ ભરેલી ટ્રક આપી જનાર બે અજાણ્યા ઇસમ તેમજ દારૂ મંગાવનાર અરવિંદ (રહે., જેસર, જિ.ભાવનગર)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.