વડોદરા: વૈભાવી વિવાન્તા હોટલના હરીયાણાના ગ્રાહકે ફોર્ચ્યુનર કાર પરનો કાબૂ ગુમાવતા પૂરઝડપે ભાગતી કારે બે થી ત્રણ બાઇક કારન. ધડાકાભેર અડફેટે લેતાં નાસભાગ મચી ગઇ હતી. કાર હોટલના ગેટ તોડીને પાર્કિંગમાં ઘુસી ગઇ હતી. ભરબપોરે અકોટા રોડ સ્થિત વિવાન્તા હોટલ પાસે જ હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જાતા સનસનાટી મચી ગઇ હતી. હોટલમાં રોકાણ કરનાર ઉરવિન્દર હરમીતસીંગ વિરડી નામનો આઇટી એન્જનિનિયર ૮ દિવસથી રોકાયો છે. પોતાની હરીયાણાની પાસીંગની ફોર્ચ્યુનર કાર લઇને આજે બપોરે નિકળ્યો હતો. એકાએક કાર પર કાબૂ ગુમાવતા આગળ પસાર થતા વાહનોને ધડાધડ અડફેટમાં લીધા હતા. ફિલ્મીઢબે દિલધડક રેસ જેવા બનાવથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘણા વાહનોને અડફેટમાં લેતો ચાલક ગભરાઇ જતાં હોટલના ગેટમાં પણ કાર અથડાવી હતી.
અકસ્માતનો ભોગ બનેલાઓના તુરંત ટોળા ઉમટી પડતા લોકો મિજાજ પારખીને ચાલક હોટલમાં પુરાઇ ગયો હતો. જોકે હોટલ મનેજમેન્ટની સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ નજરે જોનાર રાહદારીઓS જણાવ્યુ હતુ કે કારચાલક નશામાં ધુત હતો અને કારમાં માદક પદાર્થો પણ જોયા હતા. જોકે બનાવ અંગે ગોત્રી પીસાઇ સુનિલ ચૌધરીએ માદક પદાર્થો ન હોવાની જાણકારી આપી હતી. હરિયાણામાં આઇટી એન્જિનિયર સાધન સંપન્ન પરિવારનો છે અને માનસિક ડિસ્ટર્બ થઇ જવાથી હરિયાણાથી કાર લઇને વડોદરા આવ્યો હતો. ઘટના અંગે તેના પરિચિતોને જાણ કરતા બે મિત્ર વડોદરા દોડી આવ્યા હતા. આ તમામ નુકસાની આપવાની તૈયારી દાખવતા રાત સુધી કોઇ ફરિયાદ દાખલ થઇ ન હતી.