ભારતનો પડોશી દેશ પાકિસ્તાને વર્ષ ૨૦૨૩ દરમિયાન હેડલાઇન્સમાં રહ્યો. પછી તે આર્થિક કટોકટી હોય, ખાદ્ય કટોકટી હોય, જનઆક્રોશ હોય, રાજકીય ધરપકડ હોય કે ચૂંટણીની તારીખોનો વિવાદ હોય, પાકિસ્તાને આ વર્ષમાં ઘણું બધું જોયું. ૨૦૨૩માં પાકિસ્તાને અર્થવ્યવસ્થાનું તળિયું જોયું. પાકિસ્તાની રૂપિયો ઑગસ્ટ ૨૦૨૩માં યુએસ ડૉલર સામે ૩૦૦ના આંકને વટાવીને સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો. સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાન પાસેની વિદેશી અનામત પણ જાન્યુઆરી ૨૦૨૩માં ૩.૧ બિલિયન ડોલરના ચિંતાજનક સ્તરે આવી ગઈ હતી.
પાકિસ્તાનને IMF પાસેથી ભંડોળ મેળવવા સંઘર્ષ કરવો પડ્યો. IMF લોન મળે તે માટે, SBPએ વ્યાજ દરમાં વધારો કરીને ૨૦ ટકા કર્યું, જે ઓક્ટોબર ૧૯૯૬ પછીનું સર્વોચ્ચ સ્તર છે. ગેસ અને વીજળીના ભાવમાં વધારો લાદ્યો. મોંઘવારી એટલી વધી ગઈ કે પાકિસ્તાનમાં એક લિટર દૂધ રૂ. ૨૦૦થી વધુના ભાવે વેચાઈ રહ્યું હતું. મોંઘવારીનો સામનો કરવા માટે, રમઝાન પેકેજ હેઠળ, ખાસ કરીને પંજાબ પ્રાંતમાં ગરીબો માટે મફત લોટ યોજના શરૂ કરવામાં આવી હતી. આ વિતરણ દરમિયાન એપ્રિલ-માર્ચની આસપાસ, પાકિસ્તાનના કરાચીમાં એક નાસભાગમાં ૧૦થી વધુ લોકો માર્યા ગયાં.
પાકિસ્તાનનું રાજકીય સંકટ પણ આર્થિક સંકટથી ઓછું નથી. મે ૨૦૨૩માં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાનની ધરપકડ થઈ. તેમના પર ભ્રષ્ટાચાર, વિદેશી મહાનુભાવોની ભેટો ગેરકાયદેસર રીતે વેચવાનો અને અન્ય કેટલાક આરોપો વચ્ચે દેશનાં રહસ્યો લીક કરવાનો આરોપ હતો. ખાનને પાકિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા. ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની નાટકીય ધરપકડ બાદ ભારે વિરોધ અને હિંસા થઈ હતી. ધરપકડ બાદ ઈમરાન ખાનનાં સમર્થકોએ રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર અને લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાને પણ હુમલો કર્યો હતો. તેમની ધરપકડ છતાં, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સફ (PTI)એ જાહેરાત કરી કે જેલમાં બંધ ઈમરાન ખાન ઓછામાં ઓછી ત્રણ બેઠકો પરથી ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી લડશે.
ઓગસ્ટ ૨૦૨૩માં, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ આઉટગોઇંગ વડા પ્રધાન શેહબાઝ શરીફની સલાહ પર નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું અને આગામી સામાન્ય ચૂંટણીઓ માટે માર્ગ મોકળો કર્યો. આના પગલે, એક રખેવાળ સરકારે સત્તા સંભાળી અને પાકિસ્તાનના ચૂંટણી પંચે જાહેરાત કરી કે સામાન્ય ચૂંટણી ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ યોજાશે. સંસદના વિસર્જનના ૯૦ દિવસની અંદર રાષ્ટ્રીય ચૂંટણીઓ થવાની હતી પરંતુ ECPએ જણાવ્યું હતું કે તાજેતરની વસ્તી ગણતરી પછી તેને સીમાંકન પ્રક્રિયા માટે સમયની જરૂર છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સામાન્ય ચૂંટણીઓમાં તેમના પક્ષનું નેતૃત્વ કરવા માટે ચાર વર્ષના અંતરાલ પછી ઓક્ટોબર ૨૦૨૩માં નાટકીય રીતે પાકિસ્તાન પરત ફર્યા. તેઓ એકમાત્ર પાકિસ્તાની રાજકારણી છે જે વિક્રમજનક ત્રણ વખત પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે. નવાઝ શરીફ ફરીથી ૨૦૨૪ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે પણ તેમની સામે એક મોટી અડચણ એ છે કે તેમને પનામા પેપર્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર હોદ્દાઓ માટે અયોગ્ય ઠરાવવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં, શરીફના નાના ભાઈ અને પીએમએલ-એન પ્રમુખ શહેબાઝ શરીફની આગેવાની હેઠળની સરકાર દ્વારા ચૂંટણી અધિનિયમ, ૨૦૧૭માં સુધારા કરવામાં આવ્યા હતા. આના પગલે, સુપ્રીમ કોર્ટે ગેરલાયક ઠરેલા ઉમેદવારો ચૂંટણી લડી શકે કે કેમ તે નક્કી કરવા માટે એક બેંચની રચના કરી છે.
આ વર્ષે અનેક આતંકવાદી અને આત્મઘાતી બોમ્બ ધડાકાએ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું હતું. ૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં ઓછામાં ઓછા ૨૭૧ આતંકવાદી હુમલાઓ પાકિસ્તાનમાં થયા, જેમાં ૩૮૯નાં મોત અને ૬૫૬ લોકો ઘાયલ થયાં. સપ્ટેમ્બરમાં આત્મઘાતી હુમલામાં ૫૭ અને જુલાઈમાં ૪૦થી વધુ લોકો માર્યા ગયાં. ૨૦૨૨થી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. આ તબક્કે, પાકિસ્તાન આર્થિક અનિશ્ચિતતાઓ, રાજકીય ઉથલપાથલ અને વધતા જતા આતંકવાદી ખતરા વચ્ચે સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે. આ જોતાં, ફેબ્રુઆરી ૨૦૨૪ની ચૂંટણીઓ પછી પણ પાકિસ્તાનમાં અસ્થિરતા ચાલુ રહે તો નવાઈ પામવા જેવું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.