વડોદરા: વડોદરા શહેરમાં લોકો પ્રાથમિક અસુવિધાઓથી વચિંત છે. પાલિકા તંત્ર શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવમાં તદ્દન નિષ્ફળ નીવડેલી છે. શહેરીજનો સમસ્યાઓથી હેરાન પરેશના જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 7 ના નવી ધરતીની પાછળ નદી કાંઠે વસતા લોકોને પોતાના રોજિંદા જીવન માટે નદી ઓળંગીને આવવા માટે કાચા ફૂલ પરથી પસાર થવું પડે છે ત્યારે વર્ષો જૂની તેમની આ સમસ્યાનું નિવારણ ક્યારે આવશે તો સૌથી મોટો સવાલ છે. વધુમાં તો હજુ ચાર પાંચ દિવસ પહેલાજ આ વિસ્તારનાં નગરસેવકનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. તે છતાં પણ એક પણ નગરસેવક હજુ સુધી ત્યાં ડોકાયું કરવા પણ સુધ્ધા ગયો નથી કે તેમની સમસ્યાઓ શું છે. વોર્ડ નંબર સાતના નગરસેવકોતો ફક્ત વોટ માંગવા જ આવ્યા છે ત્યાર બાદ તો આ નગરસેવકોને વિસ્તારનાં લોકોએ જોયા પણ નથી કે તે લોકો કેવા દેખાય છે .
શહેરના વોર્ડ નંબર સાત તો આમ તો પહેલાથી જ વિવાદમાં રહેલો છે કારણ કે ત્યાના નગરસેવકોતો ડોકાયું કરવા પણ ત્યાં જતા નથી કે વિસ્તારનાં લોકોની સમસ્યા શું છે. ફક્ત વોટ લેવા આવ્યા હતા ત્યાર બાદ તો આ નગરસેવકો સુધ્ધા વિસ્તારમાં ફરકયા પણ નહોતા. વડોદમાં મહાનગર પલિકા તંત્ર આમ તો વડોદરા શહેરને સ્માર્ટ બનાવવાની બંગો પોકારી રહ્યા છે ત્યારે અમે આજે વડોદરા શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ નવીધરતીની પાછળ નદી કાઠે વસતા લોકોને લોકોએ બનાવેલા પુલ પરથી જીવના જોખમે રોજીદા કામ અર્થે પસાર થવું પડી રહ્યું છે.
ત્યારે આ વિસ્તારની સમસ્યા છેલ્લા ૨૦ વર્ષ કરતા પણ વધુ સમયની છે અને આ વોર્ડમાં તો ફક્ત ભાજપનું રાજ છેલ્લા ૨૫ વર્ષથી ચાલી રહ્યું છે. છતાં પણ આ વિસ્તારનાં લોકોની સમસ્યા હજુ પણ હાલ થાય તેમ લાગતું નથી કારણકે ત્યાના લોકો જે જીવના જોખમે રહે છે તે લોકો તો ઠીક છે બાકીના વિસ્તારની સમસ્યા છે તે જોવા પણ સુધ્ધા નગર સેવકો ડોકાયું પણ કરતા નથી. તો આ જે જીવના જોખમે રોજીંદા કામ અર્થે આ પુલ પરથી પસાર થાય છે તેમની સમસ્યા તો હલ થાય તેમ લાગતું નથી.
ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ વિકાસના કામો માટે વહીવટી તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે અને રાજ્ય સરકારમાંથી પણ કરોડોની ગ્રાન્ટ વિકાસ માટે મોકલવાની વાતો પણ કરવામાં આવે છે પરંતુ છેવડાના માનવીની ચિંતા કરવાની વાતો કરતી આ સરકાર શહેરની જ અંદર વસતા સામાન્ય નાગરિક ની સામાન્ય ચિંતાનું નિવારણ વર્ષોથી લાવવામાં નિષ્ફળ ગયું છે આ વાત છે વડોદરા શહેરના સીટી વિસ્તારના વોર્ડ નંબર સાતમાં આવેલા નવી ધરતીના નદીના કાંઠાના વિસ્તારમાં વસતા લોકો માટેની કૃષ્ણનગર વસ્તીમાં રહેતા આ સામાન્ય નાગરિકો પોતાનું જીવન ગુજારવા માટે છુટપુટ મજૂરી કરી અને પરિવારનું ભરણપોષણ કરે છે.