National

વિશ્વ પાસે માત્ર 70 દિવસ ચાલે તેટલો જ ઘઉંનો જથ્થો, તમામની નજર ભારત પર

વોશિંગ્ટનઃ યુક્રેન (Ukrain) પર રશિયાએ (Russia) કરેલા યુદ્ધનાં (War) પગલે સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ યુદ્ધના પગલે ખાદ્ય પુરવઠાની સ્થિતિ ગંભીર બની રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપતા કહ્યું કે વિશ્વ પાસે માત્ર 10 અઠવાડિયા એટલે કે ઘઉંના(Wheat) 70 દિવસ બાકી છે. હવે વિશ્વની નજર જાપાનમાં યોજાનારી ક્વોડ દેશોની બેઠક પર ટકેલી છે જેમાં ઘઉંના સંકટનો મુદ્દો મુખ્ય બની શકે છે.

વિશ્વ ગંભીર ખાદ્ય સંકટમાં ફસાઈ ગયું
યુક્રેનને વિશ્વની “બ્રેડબાસ્કેટ” એટલે કે ‘બ્રેડ બાસ્કેટ’ કહેવામાં આવે છે, કારણ કે યુક્રેન સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરે છે અને રશિયા યુક્રેન પછી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરે છે, જ્યારે ત્રીજા નંબરે ભારત છે. ભારતની સમસ્યા એ છે કે, ભારત તેના મોટાભાગના ઉત્પાદનનો ઉપયોગ પોતાના દેશમાં કરે છે, કારણ કે ભારતની વસ્તી યુક્રેન અને રશિયા કરતા અનેક ગણી વધારે છે. રશિયા અને યુક્રેન મળીને વિશ્વના ઘઉંની નિકાસના ત્રીજા ભાગનું ઉત્પાદન કરે છે. પરંતુ, યુદ્ધની શરૂઆત પછી, પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ગ્રો ઈન્ટેલિજન્સનાં સીઈઓ સારાહ મેનેકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે વિશ્વભરમાં માત્ર 10 અઠવાડિયાનો વૈશ્વિક વપરાશ છે. આજે પરિસ્થિતિ 2007 અને 2008ની સરખામણીમાં તદ્દન અલગ અને ખરાબ છે. આબોહવા પરિવર્તનને કારણે વિશ્વભરમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે, જેની ઘઉંના ઉત્પાદન પર ઊંડી અસર પડી છે.

ભારતે લગાવ્યો છે પ્રતિબંધ
ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થતા ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ લાગુ થતા વૈશ્વિક ખાદ્ય બજારમાં હલચલ મચી ગઈ છે અને ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ઘઉંના ભાવમાં લગભગ 6 ટકા પ્રતિ બુશેલ (60 પાઉન્ડ અથવા એક મિલિયન દાણા અથવા 27.21 કિલોગ્રામ)નો વધારો થયો છે. ભારત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધની અસર બજાર ખુલતાની સાથે જ દેખાવા લાગી અને ઘઉંના ભાવમાં ધરખમ વધારો થવા લાગ્યો. જો કે, તેની અસર ભારતીય બજારોમાં ઉલટી જોવા મળી છે, દેશની અંદરના ઘણા રાજ્યોમાં ઘઉંના ભાવમાં 4 થી 8 ટકાનો ઘટાડો થયો છે.

અમેરિકા સહિતના યુરોપિયન દેશો તણાવમાં
ભારતના ઘઉંની નિકાસ પર પ્રતિબંધના કારણે અમેરિકા સહિતના યુરોપિયન દેશો તણાવમાં આવી ગયા છે. અમેરિકા અને યુરોપિયન દેશોના તણાવનું પણ એક કારણ છે. હકીકતમાં રશિયા અને યુક્રેન વિશ્વના ઘઉંનો એક ક્વાર્ટર સપ્લાય કરે છે અને પશ્ચિમી દેશોને ડર છે કે પુતિન ઘઉંનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. રશિયામાં આ વર્ષે ઘઉંનો પાક સારો રહ્યો છે અને પુતિન તેને નિયંત્રિત કરી શકે છે

બિડેન પીએમ મોદીને અપીલ કરશે
PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે 24 મેના રોજ દ્વિપક્ષીય બેઠક થવાની છે. આ પહેલા પણ અમેરિકા તરફથી ઘણા અધિકારીઓએ ભારત સરકારને ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે અને એવું માનવામાં આવે છે કે અમેરિકી રાષ્ટ્રપતિ વ્યક્તિગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માટે કહી શકે છે. યુએસ તરફથી કહેવામાં આવ્યું છે કે ક્વાડ મીટિંગમાં ઘઉંના સંકટ પર પણ ચર્ચા કરવામાં આવશે. આથી ભારત ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનું વિચારી શકે છે.

Most Popular

To Top