ધામ શબ્દ હંમેશા પવિત્ર સ્થાન માટે વપરાય છે. જેમ કે યાત્રા સ્થળો ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ એ ચારેને ભેગા કરી ચાર ધામ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જયાંથી આવ્યા અને જયાં પાછા જવાના એ સ્થાનને પરમધામ કે શાંતિધામ તરીકે આપણે ઓળખીએ છીએ. ગાંધીનગર અને દિલ્હીમાં ખૂબ ભવ્ય મંદિર છે એ અક્ષરધામ તરીકે ઓળખાય છે. પરંતુ ઘણી વાર જયાં જુગાર રમાતો હોય ત્યાં પોલીસ દરોડો પાડે, જુગારીઓને પકડે, એ સ્થાન સીલ કરે તો એ સમાચાર જયારે છાપામાં છપાય તો જુગારધામ શબ્દનો ઉપયોગ થયેલો જોવા મળે છે. એ સ્થળને ધામ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય?
સુરત – ઉમેશ દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.