National

‘વિમાનની સીટ પર મહિલાએ જાતે પેશાબ કર્યો હતો’, શંકર મિશ્રાનો કોર્ટ સમક્ષ લૂલો બચાવ

નવી દિલ્હી: એર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં પેશાબ (Pee In Flight) કરવાનો કેસ હવે કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપી શંકર મિશ્રાની (Shankar Mishra) ધરપકડ (Arrest) બાદ દિલ્હીની પટીયાલા કોર્ટમાં બંને પક્ષો તરફથી આજે દલીલો કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આરોપી મિશ્રાએ કોર્ટમાં કહ્યું છે કે તેણે મહિલા પર પેશાબ નથી કર્યો, પરંતુ મહિલાએ પોતે જ પોતાની સીટ પર પેશાબ કર્યો હતો. આમ આ આખાય કેસમાં જબરદસ્ત ટ્વીસ્ટ આવ્યો છે. આ સાથે જ આરોપીએ મહિલા બિમાર હોવાથી તેણીએ સીટ પર પેશાબ કર્યો હોવાના આક્ષેપ પણ કર્યા છે.  

જ્યારે ફ્લાઈટમાં પેશાબ કરવાના મામલે સુનાવણી શરૂ થઈ ત્યારે આરોપી શંકર મિશ્રાના વકીલે દલીલ કરી હતી કે મહિલાની સીટ સુધી પહોંચવું શક્ય નથી. કારણ કે મહિલાની સીટ બ્લોક હતી. વકીલે કોર્ટને એ પણ જણાવ્યું કે મહિલાએ પોતે જ પેશાબ કર્યો હતો કારણ કે તેને ઈનકોન્ટિનેન્સ નામની બીમારી છે. આની પાછળ દલીલ કરતાં તેણે કહ્યું કે મહિલા કથક ડાન્સર છે અને 80 ટકા કથક ડાન્સરોમાં આ સમસ્યા છે. વધુમાં શંકર મિશ્રાના વકીલ રમેશ ગુપ્તાએ સુનાવણી દરમિયાન કહ્યું, “આખો મામલો જુઓ, કેટલો હંગામો મચ્યો હતો. એક મહિના પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ એવી હતી કે એર ઈન્ડિયાએ ટિકિટના પૈસા પાછા આપવા જોઈએ. ફરિયાદીએ કહ્યું કે 8A સીટ ધારકે પેશાબ કર્યો મારા અસીલની સીટ 8B હતી. બિઝનેસ ક્લાસને તાળું લાગી ગયું હતું. બહાર જઈ શકતા ન હતા. તેથી પીડિત મહિલાએ પોતે જ સીટ પર પેશાબ કર્યો હતો. તેને સ્વાસ્થ્યની સમસ્યા હતી.

મેં પણ ફ્લાઈટમાં મુસાફરી કરી છે? જ્જે આરોપીના વકીલને ટોક્યા
આ પછી સેશન્સ કોર્ટના જજે ટિપ્પણી કરી હતી કે ફ્લાઇટમાં પેસેન્જર એક બાજુથી બીજી તરફ જઈ શકે તે બિલકુલ અશક્ય નથી. મેં ફ્લાઈટમાં પણ મુસાફરી કરી છે અને મને ખબર છે કે કોઈપણ હરોળમાં બેઠેલી વ્યક્તિ અન્ય કોઈપણ સીટ પર જઈ શકે છે. આ પછી જજે ફ્લાઈટમાં સીટીંગ ડાયાગ્રામ માંગ્યો.  

શું તમે યુરીનનો સેમ્પલ લેવા માંગો છો? કસ્ટડીની માગ પર કોર્ટે પોલીસને ખખડાવી
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રા વિરુદ્ધ દિલ્હી પોલીસની અરજીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ શંકર મિશ્રાની કસ્ટડીની માંગણી કરી હતી. પરંતુ કોર્ટ ભડકી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, “જો તમે ફ્લાઇટના ક્રૂને પૂછ્યું હોત, તો તેઓએ કહ્યું હોત કે તેમને કેટલો દારૂ પીરસવામાં આવ્યો હતો. તમે બ્લડ ટેસ્ટ ન કરાવી શક્યા હોત. અહીં ગુનો એ છે કે તેણે એક સ્ત્રીની સામે તેની સીટ ઉપર ગયો અને પેશાબ કર્યો. પહેલાથી પીવાનું અહીં સંબંધિત નથી. તે દુષ્ટતાનો કેસ નહોતો. કસ્ટડીની શું જરૂર છે…?”

કોર્ટે કસ્ટડી આપવા ઈન્કાર કર્યો
દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટના એ આદેશને પડકાર્યો છે જેમાં કોર્ટે આરોપી શંકર મિશ્રાની કસ્ટડી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. પોલીસે મિશ્રાની 7 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. શંકર મિશ્રા પર એવો આરોપ છે કે તેણે નશાની હાલતમાં બીજી સીટ પર બેઠેલી મહિલાની પાસે પેશાબ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે પૂછપરછ માટે અને કેસના તળિયે પહોંચવા માટે આરોપીની કસ્ટડી જરૂરી છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-નવી દિલ્હી ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં 70 વર્ષથી વધુ ઉંમરની મહિલા સહ-યાત્રી પર નશામાં ધૂત વ્યક્તિએ કથિત રીતે પેશાબ કર્યો હતો. આ અંગે મહિલાએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી.

Most Popular

To Top