Vadodara

શહેરમાં 18 કિમીની ઝડપે પવન ફૂંકાયો, મેઘરાજાની પધરામણી નજીકમાં જ છે?

વડોદરા : સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. થોડા દિવસથી શહેરીજનોને ગરમીમાં રાહત મળી રહી છે.  વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાતા શહેરના મેદાનોમાં ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળતી હતી અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં  મુશ્કેલીઓ પડતી હતી.  અમદાવાદ હવામાન વિભાગની તા.22-05-2022 ના રોજ કરવામાં આવેલી આગાહી મુજબ તારીખ 23-05-2022 થી તા. 27-05-2022 સુધી સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેને લઇને વડોદરા શહેર હવામાન વિભાગ દ્વારા ચિટનીસ અધિકારી પી.કે.પરમારે જણાવ્યું હતું કે શહેરમાં વાદળછાયું વાતાવરણ સાથે થોડી પવનની ગતિમાં વધારો રહેશે જેથી શહેરીજનોએ મોટા મોટા હોર્ડિંગ્સ, ભારે વજનવાળા ઝાડ નીચે કે જર્જરિત ઇમારતોથી દૂર રહેવા અને સાવધાની રાખવા અપીલ કરવામાં આવી હતી.  વડોદરા શહેરમાં આજે ન્યૂનતમ તાપમાન  28.8 ડિગ્રીએ પહોંચ્યું હતું.

જ્યારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી ગયું હતું.  દિવસ દરમિયાન 11 ડિગ્રી તાપમાન ની વધ ઘટ જોવા મળી હતી. વાદળ છાયાવાતાવરણ વચ્ચે સવારના સમયે 72 ટકા અને સાંજના સમયે 48 ટકા હ્યુમીડિટી  શહેરીજનોએ અનુભવી હતી. શહેરના વાતાવરણમાં પલટો જોવા મળતા પવનપન ફૂંકાયો હતો.થોડી વધઘટ સાથે દિવસભર  18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ગરમી થી રાહત મળી હતી. ઘણા સ્થળોએ ભારે પવન ફૂંકાતા  રાહદારીઓ તેમજ વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પવન સાથે ધૂળની ડમરીઓને કારણે નજીકના દ્રશ્યો પણ જોઈ શકાતા ન હતા.    પવનની ગતિ વધતાં શહેરીજનોને  ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી.બપોર બાદ વાદળ છાયું વાતાવરણ સર્જાતા તેમજ  સવારથી પવનની તેજ ગતિના કારણે શહેરીજનોને રાહત મળી  હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 15મી જૂન પછી ચોમાસું બેસવાની  શકયતા જણાઈ રહી છે.

Most Popular

To Top