(તડકામાં સુકાયેલો નહિ હોવાથી યા ભૂલથી બીજાનો ટુવાલ હાથવગો થતા ઘર માથે લઇ બરાડે! ઓહ…ખુજલી, દરાજ થઇ જાય એમ સુણાવી આખી જિંદગી સગા સંબંધીઓ સામે ટુવાલને બિગ બર્નિગ ઈશ્યુ બનાવે!હાહાહા!) દૂધ તો ઘરની ભેંસનું જ હોય! (હવે દૂધની થેલીનો હિસાબ કિતાબ!)નાનો ભાઈ બા સાથે સૂઈને ખુશામત કરતો! (હવે મોનિટર બન્યો!)પિતાના મારનો ડર બધાને સતાવતો હતો! (હવે સામો થાય, બાપને પણ મારે!)ફોઈના આગમનથી વાતાવરણ શાંત થઈ જતું(હવે ફોઈ બા ને ગણકારતા જ નથી!)
આખું ઘર શીરો કે,વેઢમી ખાઈ રવિવારને તહેવારની જેમ ઉજવતું.(હવે શુદ્ધ શાકાહારીઓ પણ ઈંડા આમલેટ ખાય!) મોટા ભાઈના કપડાં નાના થાય તેની રાહ જોવાતી (હવે વહૂ ના પાડે!) શાળામાં, મોટા ભાઈની તાકાતની ધાકનો લાભ લેવાતો!(હવે નાનો ચુપચાપ મિત્રોનો માર ખાઈને આવે!) ભાઈ-બહેનનાં ઝગડામાં પ્રેમ સૌથી મોટો હતો.!(હવે પૈસા માટે બન્ને લડે!)પૈસાના મહત્વની કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું.!
(હવે પૈસો જ પરમેશ્વર અને દાસ )પુસ્તકો, સાયકલ, કપડાં, રમકડાં, પેન્સિલ, સ્લેટ સ્ટાઈલના ચપ્પલ પર પછીથી નાનાનો હક લાગતો!(હવે મહારુ તારું અને જુદાઈ!!) આમ,હવે ટુવાલ અલગ થઈ ગયો,!દૂધ ઉભરાઈ ગયું,! માતા તડપવા અને રોવા લાગી,!પિતા ડરવા અને ગભરાવા લાગ્યા,!દર રવિવારે વાર તહેવારના રીતિ રિવાજો અને ધાર્મિક નીતિ નિયમોને નેવે મૂકી ફેશન અને સ્ટેટ્સ સિમ્બોલમાં ઈંડા આમલેટ આવ્યા! કપડાં પણ અંગત બન્યા,!ભાઈઓથી દૂર ગયા,બહેનનો પ્રેમ ઓછો થયો,! પૈસો મહત્વનો બની ગયો છે,! હવે બધાને બધું નવું જોઈએ છે,!! સંબંધો ઔપચારિક બની ગયા.! ભાષાઓ ઘણી શીખ્યા પણ સંસ્કૃતિ અને સંસ્કાર ભૂલી ગયા! ઘણું મેળવ્યું પણ ઘણું ગુમાવ્યું.! સંબંધોનો અર્થ બદલાઈ ગયો છે,એવું લાગે છે કે આપણે જીવીએ છીએપણ સંવેદનહીન બની ગયા!આપણે ક્યાં હતા,?! ક્યાં પહોંચી ગયા ….!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તો પરદા પરના હીરો વાસ્તવિક જીવનમાં પણ હીરો બને
સની દેવલની ફિલ્મ ગદર-2 ગદર મચાવી રહી છે ત્યારે જ બેંક ઓફ બરોડાએ તેમની પાસે રૂા. 56 કરોડની લોન વ્યાજ સાથે વસુલવા તેમના બંગલાની લીલામી કરવાની જાહેરાતો કરી ગદર મચાવ્યો. બીજા જ દિવસે ટેકનીકલ કારણોસર લીલામી પાછી ખેંચી હોવાની જાહેરાત કરી. તે કેવું અભિનેતા બહુધા રાષ્ટ્રભકિત દર્શાવતા પાત્રો નિભાવતા જોવા મળે છે ત્યારે વાસ્તવિક જીવનમાં પણ તેમણે જયારે તેઓ પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિ પણ હોય ત્યારે તેમણે લીધલ લોન બાબતે સત્ય દર્શાવવાનું તેમનું કર્તવ્ય બની રહે છે. તેમણે બેંક પાસેથી લેધલ 56 કરોડ છેવટે તો આમ પ્રજાના જ નાણા હોય છે. તેમ કરી સત્ય દર્શાવી તેમણે વાસ્તવિક જીવનમાં પણ રાષ્ટ્ર ભકિત દર્શાવવી રહી. જેથી આમ પ્રજામાં પણ ઉદાહરણ બની રહે. તેમની પર્દા પરની હિરોગીરી પ્રજાના જીવનમાં કંઇક દાખલો બેસાડતી હોય છે. જો તેઓ વાસ્તવિક જીવનમાં પણ રાષ્ટ્ર ભકિત દાખવી હીરો બનશે તો પ્રજાને પણ તેમ કરવાની પ્રેરણા મળે તે નક્કી શું સની દેવલ તેમ કરવાની હિંમત દાખવશે ખરા?
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.