Charchapatra

પાણી લઈ ગયું બધું

દક્ષિણ ગુજરાતના સુરતથી વાપી સુધીના વિસ્તારોને આ વરસાદમાં ખૂબ જ નુકસાન થયું છે. હવે સુરત પૂરતી વાત કરું તો ખાડીપૂરનાં પાણી તથા શહેરના બીજા નીચાણવાળા વિસ્તારમાં 3થી 4 દિવસ સુધી પાણી રહ્યાં છે. પાણી ઊતરતાં ઝાડા-ઉલટીનો વાવર-શરદી ઉધરસ તથા વાઈરસ ઈન્ફેક્શન કેઈસ ખાસ કરીને ગોડાદરા-લિંબાયત-પાંડેસરા-સચિન સહિતના સ્લમ વિસ્તારોમાં રોગચાળાનું પ્રમાણ વધુ છે.ટૂંકમાં ઉપરના વિસ્તારોમાં પાણીના ઘેરાવાના કારણે પાણી લઈ ગયું બધું જેવી પરિસ્થિતિ થઈ છે.સરકાર કે સ્થાનિક સંસ્થા આ સ્લમ વિસ્તારને કેટલી મદદ કરે છે તથા ધરતીપુત્ર ખેડૂતોને સરકાર શું મદદ કરે છે તે એક પ્રશ્ન છે.
સુરત – મહેશ આઈ. ડોક્ટર  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વરિષ્ઠ નાગરિકો નારાજ છે
સંસદમાં જે બજેટ રજૂ થયું તેમાં નોંધ લેવી પડી કે આ બજેટમાં ભારતનાં વરિષ્ઠ નાગરિકોને નાણાં મંત્રી અને પ્રધાનમંત્રી બંને વરિષ્ઠ નાગરિકો હોવા છતાં, આ આખા સમૂહને માટે બજેટમાં કોઈ જ જોગવાઈ નથી. દેશમાં વૃદ્ધોની સંભાળની નીતિઓ પર ભાર મૂકવાની તાત્કાલિક જરૂરિયાત માટે આર્થિક સર્વેમાં તાજેતરમાં ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, છતાં, વરિષ્ઠોની આરોગ્ય સંભાળ, તેમનું સામાજિક જોડાણ, સુરક્ષા, નાણાંકીય સ્થિરતા, જેવા મહત્ત્વના મુદ્દાઓને, આવરી લેવાની નૈતિક ફરજ નાણાંમંત્રી ચૂક્યાં છે. તેઓ અમારું રેલવે કન્સેશન પુન:સ્થાપિત કરવાનું ચૂક્યા છે. અમારા તબીબી વિમાની રકમ પરના ભારેખમ જી.એસ.ટી. 18% થી ઘટાડી શક્યા નથી.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top