એક દિવસ એક રાજાએ અચાનક પોતાના મંત્રીજીને કહ્યું, ‘મંત્રીજી, મારે ભગવાનનાં દર્શન કરવાં છે અને તમે મને ભગવાનનાં દર્શન કરાવો.’ મંત્રીજી મુંઝાયા કે હવે શું કરવું, તેમણે સમય મેળવવા માટે કહ્યું, ‘મહારાજ ભગવાનનાં દર્શન કરાવવા માટે મને એક મહિનાનો સમય આપો.’ રાજાએ કહ્યું, ‘મંત્રીજી, ઠીક છે એક મહિનાનો સમય આપું છું પરંતુ જો એક મહિના પછી તમે મને ભગવાનનાં દર્શન નહિ કરાવી શકો તો હું તમને ફાંસીની સજા કરીશ.’
રાજાની આવી વાત સાંભળીને મંત્રીજીની ચિંતા અને ડર વધી ગયો કારણ કે તેઓ જાણતા હતા કે ભગવાનનાં દર્શન કરાવવા એમ શક્ય નથી પણ રાજાને આ વાત કોણ સમજાવી શકશે. જેમ જેમ દિવસ પસાર થતા હતા મંત્રીજીને રાજાને સાચી વાત કઈ રીતે સમજાવવી તેની ચિંતા સતાવવા લાગી પણ કોઈ રસ્તો મળતો ન હતો એટલે હવે તેમને પોતાનું મોત નજીક દેખાવા લાગ્યું હતું. તેમણે દરબારમાં જવાનું પણ છોડી દીધું.તેઓ ચિંતામાં અડધા થવા લાગ્યા.પત્નીએ કહ્યું, ‘કૈંક રસ્તો તો કાઢવો જ પડશે.ચિંતા કરવાથી શું થશે? જાવ કોઈ જ્ઞાની, તપસ્વી સંતને મળો અને આ મુશ્કેલીનો હલ માંગો.’
પત્નીની વાત સાંભળી મંત્રીજી કોઈ સંતને શોધવા નીકળ્યા અને સદ્નસીબે મંત્રીજીને બાજુના નગરમાં એક જ્ઞાની સંત મળ્યા.મંત્રીજીએ તેમને બધી વાત કરી અને પૂછ્યું, ‘તપસ્વી મને કોઈ રસ્તો બતાવો’ સંતે કહ્યું, ‘મંત્રીજી તમે ચિંતા ન કરો તમે મને રાજા પાસે લઇ જાવ અને કહો કે આ સંત તમને ભગવાનનાં દર્શન કરાવશે.’મંત્રીજી બીજે દિવસે સવારે સંતને લઈને દરબારમાં ગયા અને કહ્યું,‘રાજાજી,મારી સાથે પધારેલા આ તપસ્વી સંત તમને ભગવાનનાં દર્શન કરાવશે.’
રાજાએ સંતનું સ્વાગત કરી પ્રણામ કર્યા અને કહ્યું, ‘સંત, મને ભગવાનનાં દર્શન ક્યારે કરાવશો?’ સંત બોલ્યા, ‘રાજન, તમારા પ્રશ્નનો જવાબ આપું છું પણ તે પહેલાં એક મોટા પાત્રમાં કાચું દૂધ મંગાવો.’ રાજાએ દૂધ મંગાવ્યું.પછી સંતે એક ચમચો મંગાવ્યો અને પછી સંત ચમચો દૂધના પાત્રમાં ફેરવવા લાગ્યા અને ઘણી વાર સુધી ફેરવતા રહ્યા.રાજાની ધીરજ ખૂટી. તેમણે પૂછ્યું, ‘ તપસ્વી આ શું કરો છો? મને ભગવાનનાં દર્શન ક્યારે કરાવશો?’ સંત બોલ્યા, ‘રાજાજી, બસ આ દૂધમાંથી માખણ બનાવી લઈએ. ભગવાનને પ્રસાદ ધરાવવો પડશે ને…માખણ બની જાય એટલે ભગવાનના દર્શન કરાવીશ.’
રાજા બોલ્યા, ‘અરે સંતશ્રી, આમાં કાચા દૂધમાં ચમચો હલાવવાથી માખણ થોડું બને? માખણ બનાવવા માટે પહેલા દૂધને ગરમ કરવું પડશે, તેની મલાઈ કાઢવી પડશે અને તેમાં દહીં મેળવી તેને ખૂબ વલોવવું પડશે, પછી છાશને માખણ છૂટાં પડે અને માખણ બને.’ રાજા આગળ કહે તે પહેલાં જ સંત બોલ્યા, ‘રાજન, તમારી વાત સાચી છે અને ભગવાનનાં દર્શન પણ માત્ર ઈચ્છા કરવાથી અને બીજાને હુકમ કરવાથી ન થાય તે માટે જાતે પહેલાં યોગ, તપ ,પૂજા, નામસ્મરણ, ભક્તિ કરવી પડે, તન અને મનને શુદ્ધ કરવાં પડે પછી જપ તપ અને સાધનાની તપન સહન કરવી પડે અને પછી સાચા પ્રેમ અને સમર્પણ બાદ ભગવાનનાં દર્શન કરી શકાય.’રાજાને વાત સમજાઈ ગઈ. દ્વિભાષી માધ્યમના સ્વીકારનો યશ પ્રોજેકટ સાથે જોડાયેલી શાળાઓના સંચાલક મંડળને, આચાર્યોને, શિક્ષકોને, વાલીઓને, તત્કાલીન ડી.ઇ.ઓ. ડો. ઉમેદસિંગને અને સક્રિય ભૂમિકા ભજવનાર પ્રિ. મીના વકીલ, ડો. રઇશ મણીયાર ને આપવો જેાઇએ. વિશેષ માહિતી એમણે શરૂ કરેલ વેબસાઇટ www.bilingualmedium.in પર ઉપલબ્ધ છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.