વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્મશાનમાં સ્વજનોને ગુમાવનાર પરિવારજન પાસે અંતિમ સંસ્કાર માટે સામગ્રી ના નામે 500 થી વધુ રૂપિયા દંપતી લેતા એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાઇરલ કર્યો હતો. કોર્પોરેશન સંચાલિત સ્મશાનમાં લાકડા વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ અગ્નિસંસ્કાર કરનાર ને તમારી ઈચ્છાથી જે પૈસા આપવા હોય તે આપી દો તેમ કહી વાસણા સ્મશાન ગૃહોમાં લોકો પાસેથી નાણા પડાવવામાં આવે છે.
કોર્પોરેશન દ્વારા લાકડા વિનામૂલ્યે આપવામાં આવે છે પરંતુ લોકોને છાણાના પૈસા ચૂકવવા પડે છે.અંતિમ સંસ્કારના સમયે સ્મશાન ગૃહમાં કામ કરતા કેટલાક વ્યક્તિ મૃતકના પરિવારને એક નાનું લાકડું આપીને કહે કે આ ચંદનનું લાકડું છે અંતિમ સંસ્કાર સમયે મૂકવું હોય તો મૂકી શકો છો તેમ કહી ચિતામાં મુકાવતા હોય છે અને તે પછી પરિવારજનો પાસેથી રૂપિયા 2 થી 3 હજાર લઈ લેવામાં આવે છે. સ્મશાનગૃહમાં કામ કરતા કેટલાક વ્યક્તિઓ ચીજ વસ્તુ મંગાવવા ના બહાને પાંચસોથી હજાર રૂપિયા પડાવે છે.
જાગૃત નાગરિકે આવા જે નાગરિકો પાસે લૂંટ ચલાવે છે તેવા દંપતી નો એક વિડીયો વાઇરલ કર્યો છૅ આ વીડિયો વાસણા સ્મશાનગૃહમાં કામ કરતા દંપતિ દ્વારા અંતિમ વિધિના બહાને નાણાં પડાવતા હોય તેવો વીડીયો દેખાય છે અને 500 રૂપિયા પણ લેવા મા આવે છે જેમાં પાવતી માં અંતિમવિધિ માટે કઈ ચીજ વસ્તુઓ લાવવાની છે તેની યાદી લખેલી આપવામાં આવે છે. અંતિમ વિધિ કરનાર વ્યક્તિને ખુશીથી 200 ,300 રૂપિયા આપી દો તેમ કહેતા વીડિયોમાં દેખાઈ આવે છે.જાગૃત નાગરિક અર્પિત દરજીએ જણાવ્યું હતું કે વાસણા સ્મશાનમાં કામ કરતા દંપતી ખરેખર કોર્પોરેશનના કર્મચારી છે કે કેમ તે જાણવા મળતું નથી પરંતુ અંતિમ સંસ્કાર ની વિધિ માટે જે રીતે પૈસા પડાવવામાં આવે છે.