Charchapatra

સીટી પલ્સની ઉપયોગિતા ઘણી છે

 ‘ગુજરાતમિત્ર’ અખબારનાં સટી પલ્સ પાનાંઓ પર આપવામાં આવતી માહિતી પ્રશંસનીય છે. તાજેતરના થોડા સમયના અંકોમાં વેલેન્ટાઈનની વિગત ફૂલો વડે કરાતું ડેકોરેશન, ધૂળેટીની ઉજવણી, શાળાઓનો વાર્ષિકોત્સવ, મહા શિવરાત્રિ વખતે ફરાળી વાનગીઓ, ખરી ગયેલા પાનમાંથી બનાવેલી આર્ટ ડિઝાઈનો વિગેરે માહિતી આપવામાં આવેલી છે. ઉપરોક્ત માહિતી ઉપરાંત સુરત શહેરના ધંધાર્થીઓની માહિતી આપવામાં આવે છે. જે પૈકી છેલ્લા થોડા સમયમાં ચોકસી જી.એન. બ્રધર્સ, ઠાકર ચંપકલાલ દૂધવાળા, લલ્લુભાઈ ભજિયાવાળા વિગેરેની માહિતી રજૂ થયેલ છે, જેમાં સાત-આઠ પેઢીઓના વંશજો, તે દરેકનો તેના ધંધાની પ્રગતિમાં ફાળો, તેમનાં મંતવ્યો, ઉપરાંત ફરસાણ, મિઠાઈની દુકાનેથી વિદેશીઓ આવે ત્યારે ફરી જતા ખરીદી, તેઓનો રાજકીય પુરુષો સાથે ઘરોબો, કેટલાકની ખરીદી વિગેરે માહિતી આપેલ છે. ઉપર જણાવેલા ધંધાઓની માહિતીને હું સંશોધનાત્મક માહિતી ગણું છું. જે અખબારના પ્રતિનિધિએ ઘણી મહેનત પછી મેળવી હશે. આ માહિતી એપ્લોઈડ કોમર્સના વિદ્યાર્થીઓ માટે અને પત્રકારત્વ ક્ષેત્રે સંશોધન કરનારાઓ માટે ઉપયોગી થશે એમ હું માનુ છું. આવી માહિતી રજૂ કરવા માટે અખબારને અને માહિતી એકઠી કરનારા પ્રતિનિધિને અભિનંદન.
સુરત     – વિ. કે. માદલિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જવાનોની શહીદી કયાં સુધી?
આપણી સરકારના અણઘડ વહીવટના બે દુ:ખદ મુદ્દાઓ. 2014 પછી આજદિન સુધી આપણી માતૃભૂમિનું રાત દિન રક્ષણ કરતાં આશરે 3 હજાર જેટલા જવાનો શહીદ થયા હશે. એકનો એક બનાવ સરહદ પર બને તો આપણી કેટલી કમજોરી છે. જેમકે છત્તીસગઢમાં રાજય પોલીસના ડિસ્ટ્રીકટ રીઝર્વ ગાર્ડની ટીમ નકસલવિરોધી અભિયાન માટે મલ્ટીયુટીલીટી વાહનમાં જઇ રહ્યા હતા ત્યારે અરાનપુર અને સામેલી ગામ વચ્ચે જવાનોના વાહનને ઉડાવી દેવાયું જેમાં 10 પોલીસ જવાન અને ડ્રાઈવર સ્થળ પર જ શહીદ થઇ ગયા.

આ પૂર્વે પણ આમ જ જવાનોને લઇ જતાં વાહનને ઉડાવી દેતાં 40 જવાનો શહીદ થયા. આતંકવાદીઓ પોલીસ સ્ટેશન કે લશ્કર છાવણી પર વારંવાર હુમલો થાય છે. કેટલાય જવાનો શહીદ થઇ જાય છે. શહીદ જવાનોના પરિવારને સરકારની આવી બિનજવાબદારી કાર્યવાહીથી સંતોષ નથી. શું ભારતીય સીમાઓનું રક્ષણ કરતાં જવાનોની લોહીની કિંમત આ નેતાઓ કે પ્રધાનોને કંઇ જ નથી? સૈન્યમાં કોણ ભરતી થશે? સમય જતાં સૈન્યમાં ભરતી કરવા માટે ફરજિયાત ભરતી કાયદો કરવો પડશે એવાં એંધાણ દેખાય છે.
નવસારી           – એન. ગરાસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top