World

ફાઈઝરની કોવિડ-19 વેક્સીનને અમેરિકાએ પૂર્ણ મંજૂરી આપી

અમેરિકાએ ફાઈઝરની કોવિડ-19 વેક્સીનને સોમવારે પૂર્ણ મંજૂરી આપી હતી, આ એક સીમાચિન્હ છે જેના પગલે લોકોમાં રસીમાં વિશ્વાસ વધશે અને વધુ કંપનીઓ, યુનિવર્સીટીઓ અને સ્થાનિક સરકારને રસી લગાડવું ફરજિયાત કરવા પ્રેરણા મળશે.ફાઈઝર અને તેની જર્મન ભાગીદાર બાયો-એન-ટેક દ્વારા બનાવવામાં આવેલા ફોર્મ્યુલાને હવે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું મજબૂત સમર્થન મળ્યું છે જેની પાસે રસીની સુરક્ષાનો મત બાંધવા આટલા બધાં પુરાવા પહેલાં ન હતાં.

અમેરિકામાં ડિસેમ્બરથી અત્યાર સુધી ફાઈઝરના 20 કરોડ કરતા વધુ અને વિશ્વભરમાં કરોડોની સંખ્યામાં ડોઝ અપાયા છે. પણ અત્યાર સુધી એફડીએ દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ હતી અને તેના આધારે રસી અપાતી હતી.‘લોકો વિશ્વાસ કરી શકે છે કે આ રસી સુરક્ષા, અસરકારકતા અને ઉત્પાદન ગુણવત્તાના ઉચ્ચ માનકો ધરાવે છે જે કોઈ ઉત્પાદને મંજૂરી આપવા એફડીએ માગે છે’,

એમ એફડીએના કમિશનર જેનેટ વુડકોકે રસીને પૂર્ણ મંજૂરી આપવાની જાહેરાત કરતા કહ્યું હતું.અત્યારે અમેરિકા કોરોના વાયરસના સૌથી ચેપી પ્રકાર ડેલ્ટા વેરિયન્ટનો સામનો કરી રહ્યું છે.ફાઈઝરના સીઈઓ એલ્બર્ટ બૌર્લાએ કહ્યું હતું આ નિર્ણયથી અમારી વેક્સીન પર વિશ્વાસ વધશે, લોકોના જીવ બચાવવા માટે આપણી પાસે સૌથી શ્રેષ્ઠ સાધન વેક્સીન છે.

Most Popular

To Top