60 થી 70ના દાયકામાં કોંગ્રેસ સરકાર એટલે ઇંદિરા ગાંધીએ ભીખ માંગવા પર પ્રતિબંધ મુકયો અને થોડા દિવસ ભીખારીઓને જેલ ભેગા કર્યા પછી જૈસે થે? પણ આજે એડિનબર્ગ, ઇંગ્લેન્ડના ભીખારીઓના સમૂહે પોતાના માટે દસ મુદ્દાની આચારસંહિતા ઘડી છે. ભીખ માંગતી વેળાએ ખોટુ ન બોલવું અને સોગંદ ન ખાવા, નમ્રતાથી ભીખ માગવી અને કોઇ ભિક્ષા ન આપે તો તેની પાછળ ટટળ્યા કરવું નહીં, ભીખ માગતી વેળાએ રસ્તે ચાલ્યા જતા લોકોને સતાવવા નીં.
ભીખ માંગવાની જગ્યાની આસપાસનો કચરો સાફ કરી નાખવો. હિંસાનો કે ધાકધમકીનો આશરો લેવો નહં. કમિટિએ ભીખારીઓને અપીલ કરી કે દુર્વ્યવહાર કરીને ભીક્ષા વૃત્તિના વ્વયસાયની આબરૂ ગુમાવવી નહીં. જયારે આપણે ત્યાં સ્ટેશન પર, રસ્તા પર કે આપણે આંગણે આવીને ભીખારીઓ કેવુ કેવુ વર્તન કરે છે?
ગંગાધરા – જમીયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.