Charchapatra

રખડતાં કૂતરાંઓના અસહ્ય ત્રાસ

અમે સુરત મહાનગપાલિકાના સાઉથ વેસ્ટ ઝોનમાં આવેલ PWD કવાર્ટર્સ તથા તેની નજીકની આદર્શ સોસાયટી, બાબુભાઈ હજીરાવાલા માર્ગ, પ્રકાશ સોસાયટી, પછાત વર્ગ સોસાયટી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સોસાયટી, વિસ્તારના રહીશો છીએ. અમારા વિસ્તારમાં રખડતાં, વિકરાળ અસંખ્ય  કૂતરાંઓનો ભયંકર ત્રાસ છે. (૧) તેઓ રાહદારીઓની પાછળ દોડે છે, કેટલીક વાર કરડે છે. બે દિવસ પહેલાં જ કૂતરાઓનું ટોળુ એક વૃદ્ધ અને સાયકલ પર જતા એક વિદ્યાર્થીની પાછળ દોડ્યું. છોકરો પડી ગયો અને વૃધ્ધને કૂતરાઓ કરડ્યા. આવા ઘણા કિસ્સાઓ બને છે.

(૨) અનેક ફરિયાદો પછી પણ રખડતાં કૂતરાંઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. (અમુક ફરિયાદોના screenshot જોડ્યા.) ભારતીય બંધારણની કલમ ૨૧ નાગરિકોને જીવનનો મૂળભૂત હક આપે છે. કૂતરાંઓ દ્વારા થતા અકસ્માતથી મોત, કરડવાને લીધે થતા હડકવા, જીવનના  મૂળભૂત અધિકારનો ભંગ કરે છે. Animal birthcontrol મુજબ રખડતાં કૂતરાંઓનું ખસીકરણ, રસીકરણ અસરકારક રીતે કરી તેનો રિપોર્ટ આપવામાં આવે. રખડતાં કૂતરાઓને dog shelter માં ખસેડવામાં આવે.રખડતાં કૂતરાંઓને feeding સૂચવેલી જગા પર જ કરવાના કાયદાનું કડક અમલીકરણ કરવામાં આવે. ચૌટા બજારમાં દબાણ કરનારાઓ સામે તમારી કાર્યવાહી સરાહનીય છે તે જ રીતે અમારી ફરિયાદ માટે કાર્યવાહી કરવામાં આવે.
 સુરત    – ડો. સંજય હજીરાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top