Charchapatra

ગરબડ આપણા ધર્મમાં છે

વાસ્તવિકતા એ છે કે આપણા ધર્મમાં ગરબડ છે. એ બાબત આપણા બુધ્ધિજીવી વિદ્વાનો આપણાથી છુપાવે છે. ધર્મ વિશેની કોઇપણ ચર્ચાથી તેઓ એમ કહીને દૂર ભાગે છે કે બધાં જ ધર્મો સરખા છે અને તે બધા એક જ ઇશ્વરને પામવાના જુદા જુદા રસ્તા છે. જ્યારે વાસ્તવિકતા વર્ણવ્યવસ્થા ધર્મ છે. તે તમામ ધર્મોથી ભિન્ન અને વિચિત્ર છે. જેમાં 33 કરોડ દેવો અને દેવીઓની મૂર્તિપૂજા અને નવધા ભક્તિ છે.

ઇશ્વરના 10-24 અવતારો, સતયુગ વગેરે કાળખંડો, હોમ-હવન-યજ્ઞો, મરણોત્તર ક્રિયાકાંડો, કર્મનો નિયમ, પૂર્વજન્મ-પુર્નજન્મ વગેરે અનેક બાબતો જગતના બીજા એક પણ ધર્મમાં નથી. એ સંજોગોમાં બધાં જ ધર્મો સમાન છે એમ કેવી રીતે કહી શકાય! જગતમાં કહેવાનો હિંદુધર્મ જ એવો ધર્મ છે જેમાંથી હજારો વર્ષોથી ધર્માંતરણો થતાં રહ્યાં છે.

માત્ર કહેવાતી શૂદ્ર જાતીઓએ જ નહીં પરંતુ અનેક બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિઓએ પણ ભૂતકાળમાં ધર્માંતરણો કર્યા છે. જેનું મુખ્ય કારણ વર્ણ અને જાતિની ઉંચનીય ભાવના અને અશ્પૃશ્યતા હતા. જો આપણા ધર્મની ખામીઓનો આપણે સ્વીકાર નહીં કરીએ તો આપણો ધર્મ કદી સુપરવાનો નથી. પરિણામે આપણે પણ કદી સુધરવાનો નથી. ઝારખંડના આદિવાસીઓને આજે હિંદુ ધર્મનો ત્યાગ કરીને પોતાના અલગ આદિવાસી ધર્મની પુન:સ્થાપના કરવાની ફરજ પડી છે.

કડોદ     – એન.વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top