વડોદરા : વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં માલની ડિલિવરી આપ્યા બાદ હાઇવે પર કપુરાઇ બ્રિજ નજીક ટ્રક ડ્રાઇવર અને ક્લિનરો વચ્ચે નાણાની લેતીદેતી બાબતે તકરાર થઇ હતી જેને પગલે કિલનરોએ ટ્રક ડ્રાઈવરને ગાળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત ને ઘાટ ઉતરી દીધો હતો.આ અંગે ટ્રાન્સપોર્ટરરે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે જોકે હાઇવે પર ખૂની ખેલ ખેલનાર હત્યારાઓ યુપી પણ આશંકા સેવાઈ રહી છે
ટ્રાન્સપોર્ટના વેપારીએ વાડી પોલીસ મથકમાં કરેલી ફરિયાદ મુજબ 4 તારીખની સવારે અગિયાર વાગે તૌફિક નસીરૂદ્દીન રાયણી(રહે. શિત્થીન અમેઠી રાનીગંજ ઉત્તરપ્રદેશન)નો ફોન આવ્યો હતો.તેણે જણાવ્યુ હતુ કે. તા. ૬ના રોજ તૌફિકના ભાઈનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યુ હતુ કે તૌફિક ૧ ડીસેમ્બરના રોજ હરિયાણા યમુના નગરથી માલ ભરીને તાંદલજાની શહેરી પ્લાય સેન્ટર ખાતે ખાલી કરવા નીકળ્યો છે. તેની સાથે કંડકટર તરીકે ફરહાન ઈન્દ્રરાજ અને મોહંમદ નસીમ યાર મોહંમદ આવ્યા છે.
જે હજુ પરત આવ્યા નથી. જેથી તમે તપાસ કરો ત્યારબાદ મે માલ ઉતાર્યો હતો તે સ્થળે તપાસ કરતા જુહેર સાહેરવાલાએ તૌફિક માલ ઉતારી હિસાબના રૂપિયા લઈ ને નીકળી ગયો છે. દરમ્યાન મંગળવારે વેપારીના ઓળખીતા ટ્રક ડ્રાઈવરે ફોન કરીને જણાવ્યું હતું કે કપૂરાઈ બ્રિજ પાસે નેશનલ હાઈવે પહેલા તમે આપેલ નંબરવાળી ટ્રક ઉભી છે. જેથી ટ્રાન્સપોર્ટરે ત્યા પહોંચીને તપાસ કરતા કેબિનમાંથી તૌફિકની લાશ મળી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે માલની હેરાફેરીના નાણા મુદ્દે બંને ક્લીનર અને તૌફિક વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને ક્લીનરોએ ટ્રક ચાલક તૌફીક પર ઘાતકી હુમલો કરી ગળાના ભાગે તિક્ષણ હથિયાર મારતા તેનું મોત થયું હતું ત્યારબાદ બંને ફરાર થઈ ગયા હતા. વાડી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે મોકલી બંને હત્યારા કલીનરોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.