હાઈપાવરલૂપ ટેકનિક ટ્રાંસપોર્ટેશનની આધૂનિકતમ ટેકનિક છે. કહે છે કે આનાથી વિમાનથી પણ તેજ ગતિથી ટ્રેન દોડશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2040 સુધીમાં દુનિયાભરમાં કારો, ટ્રકો અને વિમાનોની સંખ્યા બે ગણી થઈ જશે. ત્યારે હાઈપાવરલૂપ ટેકનિક ઘણી જ ઉપયોગી સાબિત થશે. આ ટેકનિકમાં એક મેટાલિક ઘણા જ પાતળા પરંતુ ઘણા જ મજબૂત ટ્યુબની અંતર હાઈપરલૂપને ઉચ્ચ દબાવ અને ગરમીને સહન કરવાની ક્ષમતાવાળા બેહદ પાતળી સ્કી પર સ્થિર કરવામાં આવે છે. આવી સ્કીમાં છિદ્રો મારફત હવા ભરવામાં આવે છે, જેનાથી આ હવા ગાદલાની જેમ કામ કરવા લાગે છે. સ્કીમાં લાગેલા ચૂંબક અને ઈલેક્ટ્રોમેગ્નેટ ઝટકાથી હાઈપરલૂપના પૉડને ગતિ આપવામાં આવે છે. ટ્યુબમાં યાત્રિઓ તથા સામાનથી ભરેલા પૉડને ઈલેક્ટ્રોમેગ્નેટિક પાવરથી અત્યાધિક ગતિ વધારવા માટે જ હાઈપરલૂપ ટેકનિક છે. અડાજણ – સુભાષ બી. ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિમાનથી પણ તેજ ગતિએ ચાલશે ટ્રેન
By
Posted on