દાહોદ : દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં એક યુરિયા ખાતર ના ગોડાઉનમાંથી ખાતરના જથ્થાની ચોરી કરવા આઇસર ટેમ્પા સાથે આવેલા બે ચોર ને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરમાં રહેતા ઇબ્રાહિમ ભાઈ ઈસ્માઈલભાઈ બાજી છેલ્લા 13 વર્ષથી રાસાયણિક ખાતરનો ધંધો માર્કેટિંગ યાર્ડમાં કરે છે જેનું એક ખાતર નું ગોડાઉન નગરના કાપડી વિસ્તારમાં આવેલું છે જ્યાં જરૂર પડે ત્યારે તે ગોડાઉનમાંથી ખાતર કાઢવામાં આવે છે ત્યારે ગત રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં આ ખાતર ના વેપારી નો નોકર તે વિસ્તારમાં રહેતો હોય જેને ફોન કરી ઇબ્રાહિમ બાજીને જણાવેલ કે તમારો ખાતર નું ગોડાઉન ખુલ્લું છે અને ગાડી ભરાય છે.
તમે આવ્યા છો તેમ જણાવતાં વેપારીએ ગોડાઉન ખોલ્યું નહોતું જેથી આ ગોડાઉન કોને ખોલ્યો હશે અને ખાતરનો જથ્થો કોણ ભરતો હશે જેને લઇ ઇબ્રાહિમ બાજી એ આ બાબતે દેવગઢ બારીયા પોલીસ મથકે જાણ કરી પોતે અન્ય પરિવારના માણસો સાથે ખાતરના ગોડાઉન પર પહોંચી જતા ત્યા ગાડી ના લાઈટના અજવાળાથી પાંચેક જેટલા ઈસમો અંધારા માં નાસી છૂટયા હતા. ત્યારે પોલિસ પણ ત્યા આવી પોહચી હતી અને ત્યાથી બે ઈસમ ને ઝડપી પાડ્યા હતા અને ગોડાઉનમાં જઈ જોતાં તાળું તોડી તેમા થી જી એન એફ સી કંપની નુ નીમ યુરીયા ખાતર ની થેલિયો રાત્રી દમ્યાન ચોરાઈ ગયેલા નું જણાતા પકડાયેલ બંન્ને ઇસમ ને તેમનું નામ ઠામ પૂછતાં લાલુ ભોપત બારીઆ ઉ ૨૫. તેમજ ઇશ્વર રૂપસિંહ પટેલ બંન્ને રહે મોટી ઝરી ઝડપાયેલ પાસેથી મળેલ આઈસર ટેમ્પા નંબર જી જે ૧૭ યુ યુ ૬૬૫૮ માં જોતાં તેમા યુરીયા ખાતર ની ૬૫ નગ થેલી કિંમત રૂ ૧૭૨૯૦ નો જથ્થો મળી આવેલ જેથી ખાતર ગોડાઉન ના માલિક ઈબ્રાહીમ ઈસ્માઈલ બાજી એ બંને પકડાયેલા લાલુ બારીયા. ઈશ્વર પટેલ બંને રહે મોટી ઝરી તેમજ કાપડી વિસ્તાર માં રહેતો સાયબા સત્તર ભાઈ શુક્લા શહીત તેની સાથેના બીજા પાંચ માણસો વિરુદ્ધ દેવગઢ બારીયા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.