Dakshin Gujarat Main

‘મંદિર વેચવાનું છે’ ગુજરાતના શહેરમાં આવા બેનરો લાગતા હોબાળો મચી ગયો

ભરૂચ: ભરૂચના હાથીખાના વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ સાથે મંદિર વેચવાનું છે એવા વિવાદી બેનર લગાવતાં સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પ્રકારનાં બેનર સામે વિરોધ નોંધાવ્યો છે. આ ઘટના અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી છે.

સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જડબેસલાક જળવાઈ રહે એ હેતુથી સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવે છે. જે વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે ત્યારે ત્યાંની મિલકત વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. ભરૂચ શહેરમાં આશ્રર્યજનક બેનર જોવા મળતાં સૌને અચરજ પમાડે છે.

  • ઘર વેચવાના હોય એ વાત તો બરાબર છે. પણ જે મંદિરો વેચવાનાં બેનરો લાગ્યાં છે એ ખોટું છે એવું હું માનું છું. અશાંતધારો લાગુ કરવો જોઈએ, પણ જે રીતે મંદિરો વેચવાની વાત છે એનો વિરોધ કરું છું. : મનસુખ વસાવા, સાંસદ

‘ભરૂચના હાથીખાના વિસ્તારમાં મંદિર વેચવાનું છે’નાં વિવાદી બેનરો લાગ્યાં છે. આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં તેનો અમલ કરવામાં ન આવતાં સ્થાનિકોએ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, આ અશાંતધારો જે-તે વિસ્તારમાં લગાડવામાં આવ્યો છે, તેનો અમલ વહેલી તકે થવો જોઈએ.

ઘર વેચવાના હોય એ વાત તો બરાબર છે. પણ જે મંદિરો વેચવાનાં બેનરો લાગ્યાં છે એ ખોટું છે એવું હું માનું છું. અશાંતધારો લાગુ કરવો જોઈએ, પણ જે રીતે મંદિરો વેચવાની વાત છે એનો વિરોધ કરું છું. આ પ્રકરણમાં ભરૂચના પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં અશાંતધારાની અમલવારી થાય છે અને બેનર બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top