Gujarat

ઠંડીનો અંતિમ રાઉન્ડ: રાજ્યમાં હજી 3-4 દિવસ તાપમાન ચાર ડિગ્રી જેટલું ગગડશે

છેલ્લા એક સપ્તાહથી રાજયમાં (Gujarat) શીત લહેરના કારણે જન જીવનને વ્યાપક અસર થવા પામી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં ખાસ કરીને કચ્છના નલીયા , પોરબંદર તેમજ જુનાગઢમાં શીત લહેરની (Cold Wave) તીવ્ર અસર જોવા મળી છે. હજુયે કચ્છમાં તેમજ સૌરાષ્ટ્ર અને ગાંધીનગરમાં તેની અસર જોવા મળશે. એક અઠવાડિયાથી ઠંડા પવનોની શીત લહેર યથાવત છે અને લોકો ઠુંઠવાઈ રહ્યાં છે. જેની વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં ઠંડી (Winter) યથાવત રહેશે. ત્રણથી ચાર ડીગ્રી તાપમાન હજી નીચું જશે. ખાસ કરીને કચ્છ- સૌરાષ્ટ્ર, અમરેલી જૂનાગઢમાં ઠંડા પવનો ફૂંકાશે.

રાજ્યમાં ચાર દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યના 6 શહેરોમાં બે આંકડાથી નીચે તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં જૂનાગઢના કેશોદમાં સામાન્ય કરતા 6 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડયું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં 9થી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન ઉપર સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાઇ રહી છે.જેને કારણે હવામાનમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. 

ઉ. ભારતમાં શીત લહેરને કારણે રાજ્યમાં હજુ ત્રણ દિવસ ઠંડી રહેશે, ત્યાર બાદ ઠંડીમાં ઘટાડો થશે. હવામાન નિષ્ણાતના અનુસાર, ઉત્તર ભારતની શીત લહેરની સાથે રાજસ્થાન આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસર રાજ્યમાં થઈ છે. બંને સિસ્ટમની અસરથી લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં નીચે રહ્યું હતું. આ પછીના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 2 ડીગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાઇ શકે છે. નલિયામાં હજુ આગામી બે દિવસ પણ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ પછી ફરી તાપમાનનો પારો ગગડશે અને આ ઠંડીનો (Cold) અંતિમ રાઉન્ડ હશે. ત્યારબાદ ધીરે ધીરે ઠંડી ગાયબ થઇ ગરમીનો પ્રકોપ શરુ થશે.

(Surat) સુરત શહેરના તાપમાનમાં (Temperature) સતત વધઘટ જોવા મળી છે. ફરી રાતના તાપમાનનો પારો દોઢ ડિગ્રી ઉપર ગયો હતો. પરંતુ તેમ છતાં વાતારવરણમાં ઠંડક યથાવત રહેવા પામી છે. ચોવીસ કલાકમાં શહેરનું લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઉપર જઇ શનિવારે 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેને પગલે સાંજ પડતા ઠંડક અનુભવાઇ હતી. તેવી જ રીતે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top