સુરત : સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે (Meteorological Department) ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવની (cold wave) આગાહી આપી હતી. જેમાં સોમવારે એટલે કે આજે શહેરના તાપમાનમાં (Temperature) ઘટાડો નોંધાયો હતો. ત્યારે સોમવારે શહેરમાં તાપમાનનો પારો એક જ દિવસમાં 7 ડિગ્રી ગગડી ગયો હતો. જેમાં શહેરમાં ન્યૂનત્તમ તાપમાન (Minimum temperature) 10.2°C નોંધાયું છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેની અસર વર્તાશે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષે રેકોર્ડ તોડ્યો છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે રવિવારે શહેરમાં મહત્તમ અને ન્યૂનત્તમ તાપમાનમાં 4 થી 5 સેલ્સિયસ ડિગ્રીનો (Celsius degree) ઘટાડો થતા લોકો ઠંડીથી ઠુંઠવાયા હતાં. ઉત્તર-પશ્વિમ દિશામાંથી દિવસે 10 કિ.મીની ઝડપે પવન ફુંકાતા ન્યૂનત્તમ તાપમાનનો પારો ગગડ્યો હતો. ન્યૂનત્તમ તાપમાન 17.2 સેલ્સિયસ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 23.1 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરમાં આજે 10 કિ.મીની ઝડપે પવન ફુંકાતા તાપમાનનો પારો નીચે ગયો હતો. આજે સવારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી હતું જે સાંજે 5 સેલ્સિયસ ડિગ્રી ઘટીને 23 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. ન્યૂનત્તમ તાપમાન પણ ગઇકાલે 21 સેલ્સિયસ ડિગ્રી હતું. જે આજે 4 ડિગ્રી ઘટી જતા ઠંડી વધી હતી. મહત્તમ અને ન્યૂનત્તમ તાપમાન ઘટી જતા લોકો સ્વેટર અને જેકેટમાં નજરે પડ્યાં હતાં. ન્યૂનત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં નોંધાયેલા 4 થી 5 ડિગ્રીના ઘટાડા સાથે જ શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી વાદળ છવાયા (Cloudy) વાતાવરણ વચ્ચે પવનની ગતિ પ્રતિ કલાક 10 કિ.મી રહી હતી.
ઉત્તર દિશામાંથી ફુંકાતા પવનો રાજ્ય ઉપર લો-લેવલથી પસાર થઇ રહ્યા હોય તાપમાનનો પારો ગગડ્યો હોવાનું હવામાન વિભાગ પાસેથી જાણવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સુરત સહિત સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. તાપમાનનો પારો હજી ત્રણ દિવસ સુધી 2 થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે.