નવેમ્બર માસના આરંભે જ રાજ્યમાં સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાંયે ખાસ કરીને ગાંધીનગર, ડિસા તથા નલિયામાં સતત તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલાં જ શિયાળો જામ્યો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રવિવારે ગાંધીનગરમાં લઘુત્તમ તપામન 12 ડિગ્રી નોંધાયું હતું, જેમાં સોમવારે બે ડિગ્રીનો વધારો થયો હતો.
વહેલી સવારે અને રાત્રે ઠંડી લાગી રહી છે.સોમવારે રાજ્યમાં બપોરે ભૂજમાં ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે ભૂજમાં 21 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. બીજી તરફ ગાંધીનગરમાં સતત ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., ડીસામાં 18 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 21 ડિ.સે., નલિયામાં 16 ડિ.સે., અમરેલીમાં 15, ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 18 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું