Sports

T-20 વર્લ્ડકપ 2022 આ દેશમાં યોજાશે, ICC એ જાહેર કર્યો કાર્યક્રમ

T-20 વર્લ્ડકપ (T-20 World Cup) 2021 હજુ પૂરું થયાને ગણતરીના કલાકો થયા છે ત્યાં આગામી વર્ષ 2022માં યોજાનારા T-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે ICC દ્વારા T-20 વર્લ્ડકપની જાહેરાત કરવામાં આવી છે. 2021નું ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (Australia) 2022માં T-20 વર્લ્ડકપની યજમાની કરશે. ઓસ્ટ્રેલિયાના 7 શહેરોમાં T-20 વર્લ્ડકપની મેચો રમાશે. 14મી નવેમ્બરે ICC T-20 વર્લ્ડકપની ફાઈનલ રમાશે.

T-20 વર્લ્ડકપ 2022માં કુલ 45 મેચો રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે. એડિલેડ, ઓવલ, ગાબા, પર્થ, સિડની, એમસીજી, કાર્ડિનીયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ સહિતના ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેનીયા જોરદાર રંગ જમાવશે. આવતા વર્ષે 2022માં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ક્રિક્રેટ કાર્નિવલ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. 13 નવેમ્બર 2022ના રોજ MCG ખાતે ફાઈનલ મેચ રમાશે. આ અગાઉ સિડની અને ઓવલમાં સેમિફાઈનલ મેચ 9 અને 10 નવેમ્બરના રોજ રમાશે. T-20 વર્લ્ડકપ 2022નું આયોજન આગામી વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન યોજાશે.

નોંધનીય છે કે ચાલુ વર્ષે ભારતમાં T-20 વર્લ્ડકપ 2021નું આયોજન થનાર હતું, પરંતુ કોરોનાના લીધે તે દુબઈમાં કરવામાં આવ્યું હતું. T-20 વર્લ્ડકપ 2021માં ભારત પહેલાં રાઉન્ડમાં જ મહત્ત્વની બે મેચ હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. T-20 વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિજયી બન્યું હતું. હવે આગામી વર્ષે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયામાં જ ટુર્નામેન્ટ રમાશે.

Most Popular

To Top