વડોદરા: દેશભરના મેડિકલ ક્ષેત્રે લાંછનરૂપ મનાતા ધિરજ હોસ્પિટલના સંચાલકોએ જવાબ આપવા વધુ દસ દિવસની મુદ્દત માંગતાં સીડીએચઓએ મંજૂરી આપી દીધી હતી. મુદ્દત અરજમાં કયા મુદ્દા જણાવીને સમય માંગ્યો છે તે બાબતની પૃચ્છા કરતા તપાસ અિધકારી સહિતના ઉચ્ચ અિધકારીઓ મગનું નામ મરીપાડી શકતા નથી. ઉલટું એકબીજાને ખો આપીને સમગ્ર કૌભાંડ ઉપર ઢાંકપિછોડો કરી રહયા તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહયું છે. ભૂમાફિયા તરીકે વર્ષોથી પંકાયેલ મનસુખ શાહ વર્ષોથી કૌભાંડો રચીને અઢળક નાણાં ખંખેરવામાં કાબિલેદાદ બની જતા હવે મેડિકલ માફિયા બનીને નામના કાઢી રહયો છે.
જિલ્લા ઓ.એસ.ડી. વિનોદ રાણે ખુદ ભુતિયા દર્દીઓના આંકડાની માયાજાળનો પર્દાફાશ કરી નાંખ્યો છે. છતાં મનસુખ શાહ અને તેનો પુત્ર દિક્ષિત ટસના મસ થતાં નથી તે ઠીક છે. પરંતુ આખા કૌભાંડને રફેદફે કરી નાંખવા નિતનવા પેંતરા અજમાવીને તંત્રના હાથે જ કુલડીમાં ગોળ ભંગાવવાનો તખતો ઘડી રહયા છે. તેથી જ તેઓની અરજીમાં વધુ દસ િદવસની મુદ્દત નોટિસનો જવાબ આપવાના આગળ્ના દિવસે જ કેમ માંગી ?
બંને પિતા-પુત્ર દૂધે ધોયેલા હોય તો સરાજાહેર તંત્ર અને પ્રજા સામે સત્ય હકિકત જાહેરકેમ નથી કરતા તેવા વેધક સવાલો શહેરભરમાં ઠેરઠેર ચર્ચાઈ રહયા છે. હોસ્પિટલની વાહ વાહ કરાવા નીતનનવી શિબિરો યોજતા મોતના સોદાગરો દર્દીઓની દવા-ઈન્જેકશનોની ઉચાપત તો ઠીક.પરંતુ લાખો રૂિપયા ફી ખંખેરીને ફકત સુધ્ધાના સોદા કર્યા બાદ હરફ સુધ્ધા ના ઉચ્ચારે તો િવચાર કરો કાં કંઈ માટીના બનેલા હશે ? શું તેમના કાળજા પાષાણના બની ચૂકયા છે?
ખુદ સરકારી અિધકારીઓનું અંદરખાને એવું કહેવું છે કે, શું કામ બોલીને બાપ બેટો બગાડે ? તેમને ખબર જ છે. જે તંત્રએ કૌભાંડ ઉઘાડુ તો પાડયું છે. પરંતુ તેમના જ ઉપર બેઠેલા માઈબાપ જેવા ખાંધિયા આકાઓ કાયદાની આંટીઘૂંટીના કાવતરા રચીને ઠંડુ પાણી રેડી દેશે એ કદાચ કલીનચીટ આપી દે તો પણ નવાઈ નહીં.
નાણાંના જોરે વર્ષોથી તંત્ર સાથે કેવો પનારો પાડવો તેમાં પી.એચ.ડી. કરી ચૂકેલ મનસુખ મંડળીની શેહ હેઠળ તંત્ર તો ખરેખર દબાઈ જ ગયું હોવાના સંકેત મળી રહયા છે. છતાં મિડિયા સાથે પૂરઝડપે ચાલતી તપાસના બણગા ફૂંકતા ઉચ્ચ અિધકારીઓના દાવા કેટલા સાચા છે તે તો સમય જ બતાવશે.
મને સ્ટ્રેસ ના આપો નહિંતર હું નીચે કૂદી જઈશ
બે કરોડના કૌભાંડની નોટિસનો જવાબ રજૂ કરવાના બદલે મનસુખ મંડળીએ વધુ દસ દિવસની મુદ્દત માંગતી અરજમાં મુદ્દા અંગે ચર્ચા કરતા જ સી.ડી.એચ.ઓ. ડો. સુરેન્દ્ર જૈન તુરંત તદ્દન નર્વસ થઈ ગયા. એકાએક ખુરશી પરથી ઉભા થઈને જણાવ્યું કે, મને સ્ટ્રેસ ના આપો, નહિંતર હું અહિંથી નીચે કૂદી જઈશ. જે પુછવું હોય તે ડી.ડી.ઓ.ને પૂછો. હું તો નિષ્પક્ષ તપાસ કરું છું. દસ દિવસથી રાત દિવસ દોડધામ કરી કરીને ડિપ્રેશનમાં આવી ગયો છું. તેમ જણાવીને તુરંત ડી.ડી.ઓ.ને ફોન લગાવ્યો હતો. તેમની નર્વસ સ્થિતિ જાણીને ડી.ડી.ઓ.એ. મિડિયાને જણાવેલ કે, પારદર્શક તપાસ ચાલુ છે. તમો સહકાર આપો. એક તરફ ડી.ડી.ઓ. આઈ.ઓ.ને તપાસ અંગે પૂછવા જણાવે અને આઈ.ઓ.ને તપાસ અંગે પૂછવા જણાવે અને આઈ.ઓ.ને પૂછીએ તો ડી.ડી.ઓ.નો સંપર્ક કરવા જણાવે આમાં સત્ય હકિકત બહાર કયાંથી આવે ?
ડી.ડી.ઓ. ડો. કિરણ ઝવેરીએ પાઠવતા જણાવેલ કે, અમારા એસ.ડી.એમ.ઓ. ડો. મિશ્રા અને એસ.ડી.એસ.ઓ. ડો. જૈન ન્યાયિક તપાસ કરી રહયા છે અને મુદ્દાઓ વિશે તો તપાસ અધિકારી જ જણાવી શકશે. નોટિસ ફટકારતા હોસ્પિટલ સત્તાવાળાઓએ વધુ દસ િદવસનો સમય માંગ્યો છે. સમય મર્યાદા બાદ ઉચિત નિર્ણય લઈને આગળની કાર્યવાહી હાથ ધરીશું.
ભૂમાફિયાઓ માટે બનેલા લેન્ડ ગ્રેબિંગ કરતા કડક કાયદા મેડિકલ માફિયાઓ માટે સરકારે તાત્કાલિક ઘડવા જોઈએ. તબીબી ક્ષેત્રે કૌભાંડ કરતા પૂર્વ કૌભાંડીઓ થથરી ઉઠે તેવી અત્યંત તીખા શબ્દોમાં મનસુખ મંડળીના કરતૂતોને વખોડતા િજલ્લા પંચાયતના અધ્યક્ષ નિલેશ પુરાણીએ વધુમાં એમ પણ આક્રોશ વ્યકત કર્યો હતો કે, િધરજ હોસ્પિટલની માન્યતા તાત્કાલિક સરકારે રદ્દ કરવી જોઈએ.